બીટ કોઈન વેચી આપવાનું કહીને વેપારી સાથે ૨૯ લાખની છેતરપિંડી


બીટ કોઈન વેચી આપવાનું કહીને વેપારી સાથે ૨૯ લાખની છેતરપિંડી

- ૧૦ બીટ કોઈન પોતાના વોલેટમાં લઈ વેચી નાંખ્યા ક્રાઈમ બ્રાંચે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો


અમદાવાદ, તા.15 મે, 2018, મંગળવાર

કરોડોના બીટ કોઈન કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઈમની તપાસ પુરીથઈ નથી ત્યાં ક્રાઈમ બ્રાંચમાં આ પ્રકારની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક વેપારીના ૨૯ લાખના ૧૦ બીટ કોઈન વેચી આપવાનું કહીને પોતાના વોલેટમાં લઈને બારોબાર વેચી નાંખનારા ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચે આ અંગે નારણપુરામાં મધુરમ એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ ઘનશ્યામભાઈ પુરણીયા, ભાવિક ઘનશ્યામભાઈ પુરણીયા અને સુરેન્દ્રનગરમાં રહેતા વિરલ બી,ભાનુશાળી વિરૃધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ બનાવની વિગત મુજબ શાહીબાગમાં ઊર્મિ બંગ્લોઝમાં રહેતા મુકુંદ પ્રણવકુમાર પટેલ (૨૪) સી.જી.રોડ પર સમ્રાટ કોમ્પ્લેક્ષમાં એમીનન્ટ કલર્સના નામથી ટ્રેડીંગનું કામકાજ કરે છે. ત્રણેક વર્ષ અગાઊ મુકુંદભાઈના વેપારી મિત્ર આનંદભાઈ પટેલને ત્યાં નોકરી કરતા મેહુલ પુરણીયા સાથે ઓળખ થઈ હતી.

ઓનલાઈન કરન્સી બીટ કોઈનમાં રોકાણ કરતા મુકંદભાઈએ તેમના વાડજમાં રહેતા મિત્ર આકાશ વી.પટેલ પાસેથી ૧૦ બીટ કોઈન ખરીદ્યા હતા. આ બીટ કોઈન તેમણે આકાશના જ અમેરિકન કંપની બીટ્રેક્ષના વોલેટમાં રહેવા દીધો હતા. બીટ કોઈન વેચવા હોય તો મુકુંદભાઈ પાસે બીજુ વોલેટ હોવું જરૃરી હતું. આથી તેમણે ઝેબપે કંપનીમાં વોલેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કેવાયસી કલીયરન્સમાં એક સપ્તાહનો સમય લાગે તેમ હોવાથી અને મુકુંદભાઈને બીટ કોઈન વેચવા હોવાથી તેમણે મેહુલ પુરણીયાને વાત કરતા તે ત્રણ વોલેટ વાપરતા હોવાનું કહ્યું હતું.

મુકુંદભાઈએ તેમના બીટ કોઈન વેચવાના હોવાનું અને તે પેટે કમિશન આપશે એમ મેહુલભાઈને કહ્યું હતું. બાદમાં મુકુંદભાઈએ મેહુલભાઈના ત્રણ વોલેટના આઈડી માંગતા તેમણે વોટ્સએપ મારફતે મોકલી આપ્યા હતા. આથી ુમકુંદભાઈએ જેની પાસેથી બીટ કોઈન ખરીદ્યા હતા તે આકાશભાઈએ ૧૨સપ્ટેમ્બર ૨૦૧૭ નાં રોજ ૧૦ બીટ કોઈન મેહુલભાઈના ત્રણેય વોલેટમાં સરખે ભાગે ટ્રાન્સફર કર્યા હતા. તે સમયે એક બીટ કોઈન નો ભાવ રૃ. ૨,૯૨,૦૦૦ હતો.

બીદમાં મુકુંદભાઈએ આ બીટ કોઈ વેચવા જણાવતા મેહુલે ૧૦ બીટ કોઈન પૈકીના ૨.૫૬૧૩૭૮૨૫ ના વેચાયા હોવાનું અને તેની કિંમત રૃ. ૭,૪૯,૦૯૩ હોવાનું કહીને તેનો સ્કિરન શોટ મુકુંદભાઈને મોકલી આપ્યો હતો. બાદમાં મુકંદભાઈએ પુછપરછ કરતા મંહુલે તમામ બીટ કોઈન વેચાઈ ગયાની વાત કરી હતી.

જોકે મંહુલે તેના એકાઊન્ટમાં ૧૦ બીટ કોઈન ટ્રાન્સફર કરાવી વેચી નાંખીને કુલ રૃ. ૨૯,૨૦,૦૦૦ ની છેતરપિંડી કરી હતી. મુકંદભાઈએ તોમના ૧૦ બીટ કોઈન જે ત્રણ આઈડીમાં જમા થયા હતા તેની માહિતી મંગાવતા આઈડી ધારકો મેહુલ પુરણીયા, ભાવિક પુરણીયા અને વિરલ ભાનુશાળી હોવાનું જાણવા મળ્યું હતું.

More Stories:-


Post Your Comment