અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રન કેસઃ વૃધ્ધનું મોત


અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રન કેસઃ વૃધ્ધનું મોત

- પ્રહલાદનગર ગાર્ડન પાસે મોટરકારે લીધા હડફેટે


અમદાવાદ, તા. 13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

અમદાવાદમાં ગઈ કાલે મોડી રાતે બનેલા હીટ એન્ડ રન કેસમાં ઘાયસ થયેલા વૃધ્ધનું આજે મોત થઈ ગયુ છે.

ગઈ કાલે પ્રહલાદનગર ગાર્ડન પાસેથી સુરેશ સોમાજી ઠાકોર (ઉ.વ. 45) રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક સફેદ મોટર કારે તેમને હડફેટે લીધા હતા.

તેમને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા જ્યાં સુરેશભાઈનું સારવાર દરમિયાન આજે સવારે મોત થયુ હતુ. સફેદ કલરની ઈનોવા કારે વૃધ્ધને ટક્કર મારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

More Stories:-


Post Your Comment