ગુજરાત- કર્ણાટકના પરિણામે બતાવ્યું છે કે લોકો વિકાસને ચાહે છે: મુખ્યમંત્રી


ગુજરાત- કર્ણાટકના પરિણામે બતાવ્યું છે કે લોકો વિકાસને ચાહે છે: મુખ્યમંત્રી

- દેશની જનતા કોંગ્રેસને નકારી રહી છે

- હવે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો પણ સ્પષ્ટ થઇ ગયાં છે


અમદાવાદ, તા.15 મે, 2018, મંગળવાર

ભાજપનાં કોબા ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કર્ણાટકની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ભારે ઉત્સાહથી વિજયોત્સવ મનાવાયો હતો. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતનાં નેતાઓ અને સંગઠ્ઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચિતમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને હવે કર્ણાટકનાં પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે લોકો વિકાસને જ ચાહે છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના હાથમાંથી એક પછી એક રાજ્ય સરકી રહ્યા છે. દેશની જનતાએ કોંગ્રેસને નકારી છે. વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ભાજપ આગળ વધી રહ્યો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય નિશ્ચિત થઇ ગયો છે. કોંગ્રેસ પાસે પંજાબ સિવાય બીજુ કોઇ મોટું રાજ્ય બચ્યું નથી.

જ્ઞાતિવાદ, ધર્મ અને ભાગલાવાદી રાજકારણ રમીને કોંગ્રેસે દેશને મોટું નુકશાન કર્યું છે. જ્યારે ભાજપ વિકાસના રાજકારણમાં માને છે. જ્યારે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ વિજય દક્ષિણના રાજ્યમાં ભાજપનો નોંધપાત્ર વિજય છે. અમિત શાહની વ્યૂહરચનાને કારણે ૨૦૧૪ પછી ૧૪ જેટલા રાજ્યોમાં ભાજપ ચૂંટણી જીત્યુ છે. કોંગ્રેસે ઘણો અપપ્રચાર કરી પ્રપંચો ઉભા કર્યા હતા પરંતુ લોકોએ કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દીધું છે.

More Stories:-


Post Your Comment