હિંમતનગરના રાયગઢમાં ગામલોકો એ બનાવ્યુ ભારતનું સૌથી ઉંચુ શ્રીફળનું શિવલીંગ


હિંમતનગરના રાયગઢમાં ગામલોકો એ બનાવ્યુ ભારતનું સૌથી ઉંચુ શ્રીફળનું શિવલીંગ

- આ પહેલા 100 મણ ઘીનું શિવલીંગ બનાવ્યુ હતુ

- એ પહેલા બનાવ્યુ હતુ 3 લાખ રૂદ્રાક્ષનું શિવલીંગ


હિમંતનગર, તા. 13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના રાયગઢ ગામમાં વૈજનાથ મહાદેવના પટાંગણમાં ગામના યુવાનો દ્વારા વિશેષ પ્રકારના શિવલીંગનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. શિવરાત્રી નિમિત્તે બનાવ્યુ ભારતનું સૌથી ઉંચુ શ્રીફળનું શિવલીંગ.

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના રાયગઢ ગામમાં આકાર લઈ રહ્યુ છે ભારતનુ એક માત્ર 25 ફુટ ઉંચુ રુદ્રાક્ષનુ શિવલીંગ. જી હા અત્યાર સુધી આ પ્રકારનુ 25 ફુંટ ઉંચુ શીવલીંગ કોઈ સ્થાન પર બનાવવામાં આવ્યુ નથી અને એ પણ 600 કિલો લોખંડ, 1500 પવિત્ર શ્રીફળ, ગેલ્વેનાઈઝના તાર અને કંન્તાન વીંટાળીને છેલ્લા 15 દિવસથી ગામના યુવાનો દ્વારા દિવસ રાતની મહેનત બાદ આ ભવ્ય શિવલીંગનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. હજુ પણ આ મહારુદ્ર શિવલીંગનુ નિર્માણ ચાલી રહ્યુ છે ખાસ કરીને ગેલ્વેનાઈઝના તારમાં શ્રી ફળ પરોવીને માળા બનાવવામાં આવી છે અને એ માળાઓ લોખંડના શિવલીંગ પર વીંટાળવામાં આવ્યા છે અને આ રીતે આ શિવલીંગનુ નિર્માણ કરાયુ છે.

છેલ્લા 3 વર્ષથી રાયગઢના વૈજનાથ મહાદેવના ધામમાં યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના શિવલીંગ બનાવવામાં આવે છે જેમાં 3 લાખના રુદ્રાક્ષનુ શિવલીંગ, ત્યારબાદ 100 મણ ઘીનુ શિવલીંગ અને આ વખતે ભારતનુ એક માત્ર શ્રીફળનુ શિવલીંગ બનાવવામાં આવ્યુ છે. ખાસ કરીને આ શિવલીંગ બનાવવા માટે તમીલનાડુથી 15 હજાર જેટલા શ્રીફળ લાવવામાં આવ્યા છે. 600 કિલો લોખંડનુ શિવલીંગ બનાવવામાં આવ્યુ હતુ અને તેના પર 15 હજાર શ્રી ફળની માળાઓ વીંટીને આ શિવલીંગ બનાવવામાં આવ્યુ છે. દર વર્ષ કરતા આ વખતે અલગ પ્રકારનુ શિવલીંગ બનાવવામાં આવ્યુ છે જે આવતી કાલે આ શિવલીંગ ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે.

છેલ્લા ચાર વર્ષોથી રાયગઢના યુવાનો દ્વારા વિવિધ પ્રકારના શિવલીંગ બનાવવામાં આવી રહ્યા છે જેને લઈને ગુજરાતભરના લોકો અહિ દર્શનાર્થે ઉમટી પડે છે માત્ર શિવરાત્રીજ નહિ શ્રાવણ માસ અને વર્ષના 365 દિવસ અહિ ભક્તોનો ઘસારો અવિરત જોવા મળે છે.

More Stories:-


Post Your Comment