VSમાં કેટલાક રોગોના બ્લડ ટેસ્ટની 'કિટ' જ ખલાસ થઇ જતાં વિવાદ


VSમાં કેટલાક રોગોના બ્લડ ટેસ્ટની 'કિટ' જ ખલાસ થઇ જતાં વિવાદ

-મ્યુનિ.હોસ્પિટલની બહાર આવેલી ઘોર બેદરકારી

-દર્દીઓને હાલાકી પડતાં સુપ્રિન્ટેન્ડેન્ટે કિટનો જથ્થો મેનેજ કર્યો


અમદાવાદ, તા.12 ફેબ્રુઆરી 2018,સોમવાર

મ્યુનનિ.સંચાલિત વી.એસ.હોસ્પિટલના તમામ વિભાગોમાં લાલીયાવાડી ચાલે છે. દવાઓનો સ્ટોક ના હોય, સ્ટોર્સમાં રિસિપ્ટ કૌભાંડ ચાલતું હોય, સાત કર્મચારીને નોટિસ અપાયા બાદ કોઈ પગલાં જ ના લેવાયા હોય એ તો ઠીક દર્દીને શુંરોગ છે તે પારખવા માટે મહત્ત્વની ગણાતી પેથોલોજી લેબોરેટરીમાં લોહીના પરિક્ષણ માટે અનિવાર્ય ગણાતી કીટનો જ સ્ટોક નથી હોતો.

આ અંગેની ફરિયાદો વારંવાર ઉઠતા કીટ સપ્લાય કરતાં કોન્ટ્રાક્ટરને અગાઉ નોટિસ અપાઈ હતી હવે બીજી નોટિસ ફટકારી પેનલ્ટી વસુલવાની હિલચાલ શરૃ થઇ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કેટલાંક વોર્ડ આગળના વોર્ડમાં લખાયેલું હતું કે થાઇરોઇડ, હિમોથેલિયા જેવા લોહીના રોગ, વિટામીન બી-૧૨ વગેરે તપાસવા માટેની કીટ નથી. ઘણી વખત ડોક્ટરો લોહીનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી દવા આપવાનું પણ ચાલુ કરતા હોતા નથી.

અગાઉ પ્રોસ્ટેટ ચેક કરવા માટેની કીટ ના હતી. આ સંજોગોમાં દર્દીને દાખલ થયા પછી લોહીના ટેસ્ટ માટે બહાર લઇ જવ પડે તેવી ગંભીર સ્થિતિ પેદા થાય છે.

આ અંગેની બાબત સોશ્યલ મીડિયામાં ફરતી થતાં મેયરે સુપ્રિન્ટેન્ડન્ટને બોલાવ્યા હતા. દવા અને કીટ સમયસર સપ્લાય બાબત ટેન્દરમાં અગ્રસ્થાને હોય છે. તેનો ભંગ કરનારને બ્લેકલિસ્ટ કરવા જોઇએ તેવી માગણી ઉભી થવા પામી છે. ઉહાપોહ શરૃ થતાં 'કીટ'ની બાબત મોડી બપોરે સુપ્રિન્ટેન્ડન્ટે કોઈ રીતે મેનેજ કરી લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વી.એસ.હોસ્પિટલમાં અગાઉ બેથી ત્રણ રસિદકાંડ સર્જાય ગયા છે. આ માટે વિજીલન્સ વિભાગને હોસ્પિટલમાં સળંગ મહિનાઓસુધી બેસાડીને પહોંચોની તપાસ કરાવડાવી હતી. બાદમાં દવાના સ્ટોર્સ સાથે સંકળાયેલા ફાર્માસિસ્ટ, ડે. ફાર્માસિસ્ટ સહિત ૭ કર્મચારીઓને નોટિસો ફટકારવામાં આવી હતી.

બિલો જમા ના હોય તેમને રિફન્ડ ચુકવી દેવાયા હતા. બિલમાં હોય તેનાથી વધુ રકમ પણ ચુકવાઈ હતી. અગાઉ કેશની બારી પર બેસતા કર્મચારીઓએ રસીદ બૂક જ ગૂમ કરી દીધી હતી. અમુક રસીદમાં દર્દીને આપવાની હોય તેમા રૃ. ૩૭૦૦૦ લખેલીહોય અને નીચેની ઓફિસ કોપીમાં માત્ર રૃ. ૩૭૦ જ લખેલાં હોય તેવું પણ પકડાયું હતું. આમ છતાં તપાસ અને પોલીસમાં કરવા પૂરતી કરેલી ફરિયાદ સિવાય એક પણ પગલું લેવાયું નથી.

આ અંગે મેયરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, બે રજાઓ ગઇ તેના કારણે સંકલનના અભાવે આવું બન્યું હશે. ખરેખર તો આ બાબત ઘોર બેદરકારીની છે. આ અંગે તપાસ કરી લેબોરેટરીવાળાએ ઓર્ડર મોડો આપ્યો હતો કે કોન્ટ્રાક્ટરેઓર્ડર પર ધ્યાન જ નહોતું આપ્યું તે બાબત સ્પષ્ટ કરી પગલાં લેવાય તે જરૃરી છે.

More Stories:-


Post Your Comment