ડિગ્રી ઈજનેરી અને પીજી ડિપ્લોમાના ઉમેદવારોને CCCમાંથી મુક્તિ


ડિગ્રી ઈજનેરી અને પીજી ડિપ્લોમાના ઉમેદવારોને CCCમાંથી મુક્તિ

- ઈલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકશન

- ડિગ્રી ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન અને પીજીડીસીએ પાસ ઉમેદવારોને મુક્તિ આપવા સરકારનો ઠરાવ


અમદાવાદ, તા.15 મે, 2018, મંગળવાર

સરકારમા ંસીધી ભરતીથી નિમણૂંક પામેલા કર્મચારીઓને ટ્રીપલ સી અથવા ટ્રીપલ સી પ્લસ પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે ત્યારે અગાઉ કોમ્પ્યુટરની કેટલીક ડિગ્રી ધરાવતા ઉમેદવાોરને છુટ અપાયા બાદ સરકારે ઈલેક્ટ્રોનિક એન્ડ કોમ્પ્યુનિકેશનમાં ડિગ્રી ઈજનેરી ભણેલા અને પીજી ડીસીએ (કોમ્પ્યુટર સાયન્સ)ભણી ચુકેલા ઉમેદવારોને ટ્રીપલ સી પરીક્ષામાંથી મુક્તિ આપી છે.

સરકારની વિવિધ કચેરીઓ-સંસ્થાઓમાં નિમણૂંક પામ્યા બાદ સીધી ભરતના કર્મચારીઓ કે અધિકારીઓને કોમપ્ય્ટર કોશ્લય તાલીમ અને પરીક્ષા નિયમો હેઠળ અજમાયથી સમય એટલે કે પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પીરિયડ દરમિયાન કોમ્પ્યુટર કોશલ્ય તાલિમ (ટ્રીપલ સી)ની પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં માસ્ટર ડિગ્રી તથા બેચલર ડિગ્રી લેવલે કોમ્પ્યુટરને લગતી ડિગ્રીઓ ધરાવતા તથા ટ્રીપલસ પરીક્ષાના નિયત અભ્યાસક્રમ કરતા ઘણી ઉચ્ચ પ્રકારની લાયકાતો ધરાવતા ઉમેદવારોને છુટ આપવામા આવી છે.

જેમાં હવે કોમ્પ્યુટરને લગતી અન્ય કેટલીક ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પણ છુટ આપવા રજૂઆઓ થઈ હતી.જેને લઈને સરકારે ઈલેક્ટ્રોનિકમ કોમ્યુનિકેશન (ઈસી)બ્રાંચમાં ડિગ્રી ઈજનેરી ભણેલા તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન (પીજીડીસીએ)ભણેલા ઉમેદવારોને મુક્તિ આપવાનો નિર્ણય કરાયો છે.આ માટે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ઠરાવ કરીને આ બંને ડિગ્રી ધરાવતા ઉમેદવાોરને ટ્રીપલ સી તાલીમ અને પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામા આવી છે.

More Stories:-


Post Your Comment