વસ્ત્રાપુરમાં સિનિયર સિટીઝનને ધમકાવી નકલી પોલીસ દાગીના લઇ રફૂચક્કર


વસ્ત્રાપુરમાં સિનિયર સિટીઝનને ધમકાવી નકલી પોલીસ દાગીના લઇ રફૂચક્કર

- પશ્ચિમ વિસ્તારમાં નકલી પોલીસનો તરખાટ

- વિશ્વાસ જમાવવા ગઠિયાએ આઇકાર્ડ બતાવ્યા બાદ વૃધ્ધની વિંટી, ચેઇન પડાવી નાસી છૂટયા


અમદાવાદ, તા.15 મે, 2018, મંગળવાર

અમદાવાદમાં પોલીસની નિષ્ક્રયતાના કારણે નકલી પોલીસ દ્વારા ધમકાવીને દાગીના પડાવી લેવાવાના બનાવો વધી રહ્યા છે. વસ્ત્રાપુરમાં વહેલી સવારે એક સિનિયર સિટીઝનને દમમારી નકલી પોલીસ દાગીના લઇ ફરાર થઇ ગઇ હતી.

આ કેસની વિગ એવી છ કે વસ્ત્રાપુરમાં ચીનમય ક્રિસ્ટલ ટાવર પાસે વલ્લભ એપાર્ટમેન્ટમાં રહેતા ભરતભાઇ પ્રવીણભાઇ શાહ (ઉ.વ.૬૯)એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે તેઓ દૂધ લેવા માટે જતા હતા ત્યારે વસ્ત્રાપુર તળાવ પાસે એક શખ્સે આવીને વૃધ્ધને રોકીને ધમકાવીને કહ્યું કે હુ તમને બુમો પાડુ છું કેમ સાંભળતા નથી. ચાર લાખના ચોરી કેસમાં એક પટેલની ઇન્કવાયરી ચાલે છે.

દરમિયાન અન્ય એક સાગરિત આવ્યો હતો અને તેણે વૃધ્ધ સાથે વાત કરતા શખ્સને કહ્યું કે તમે પોલીસ છો તો આઇકાર્ડ બચાતો આમ કહેતાની સાથે તેણે આઇકાર્ડ બતાવું હતું, જે આઇકાર્ડ વૃધ્ધે પણ ચેક કર્યું હતું. ત્યારબાદ શખ્સે વૃધ્ધને જણાવ્યુ કે હાથમાં પહેરેલી વીંટી, ચેઇન તથા ખિસ્સામાં જે કાંઇ હોય તે નીકાળી દો તેમ કહીને વીંટી ચેઇન મોબાઇલ અને રૃા. ૬૦ રૃમાલમાં વીંટાળ્યા બાદ તેના સાગરિતને આ પ્રમાણેની વાત કરીને રૃમાલ માંગીને દાગીના ઉતરાવું નાટક કર્યું હતું અને રૃમાલની પોટલી વાળીને વૃધ્ધને આપીને આરોપીઓ નાસી છૂટયા હતા. વૃધ્ધને ચેક કરતાં રૃમાલમાં માત્ર મોબાઇલ અને રૃા. ૬૦ હતા. આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે નકલી પોલીસ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છ કે બે દિવસ પહેલા પણ વસ્ત્રાપુરમાં ્ક્રાઇમ બ્રાંચ પોલીસના નામે નકલી પોલીસે શિક્ષિકાને ઉપાડી જવાની ધમકી આપી હતી. તેમજ તાજેતરમાં ઘાટલોડિયા વિસ્તારમાં પણ નકલી પોલીસ મહિલાના દાગીના ઉતારીને નાસી ગઇ હતી.

More Stories:-


Post Your Comment