ફસલ વીમા યોજના પેટે 11 અબજ રૂપિયા વીમા કંપનીઓને પરંતુ ખેડૂતોને ઠેંગો


ફસલ વીમા યોજના પેટે 11 અબજ રૂપિયા વીમા કંપનીઓને પરંતુ ખેડૂતોને ઠેંગો

- બે વર્ષમાં 19.75 લાખ ખેડૂતોને વીમા હેઠળ આવરી લેવાયા લાભ ક્યારે મળશે?


અમદાવાદ, તા. 13. માર્ચ 2018 મંગળવાર

વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થઇ જશે તેવા વાયદા આપનાર ભાજપ સરકારના જ શાસનમાં ખેડૂતોની દશા વધુ દયનીય થઇ રહી છે.

ખેડૂતો માટે અનેકવિધ સરકારી યોજના હેઠળ લાખો-કરોડોનો ધૂમાડો થઇ રહ્યો છે તેમ છતાંય ખેડૂતો આજે ખેતીનો વ્યવસાય છોડવા મજબૂર બન્યાં છે. ગુજરાત સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ પ્રિમિયમ પેટે રૃા.૧૧ અબજ રૃપિયા જેવી માતબર રકમનો ખર્ચ કર્યો છે.

ગુજરાતમાં આજે ખેડૂતીની સ્થિતી એવી સર્જાઇ છેકે, ખેતીના ઉત્પાદન ખર્ચ પણ ક્યાંથી કાઢવો એ પ્રશ્ન સર્જાયો છે. ખેત ઉત્પાદન કર્યા બાદ પણ પોષણક્ષમ ભાવો મળતાં નથી. પાક વેચવા માટે દરબદર ભટકવુ પડે છે. સરકાર ટેકાના ભાવે પાક લેવા તૈયાર નથી પરિણામે ઓછા ભાવે અનાજ વેચવુ પડે છે. મોંઘા ભાવે જંતુનાશક દવા,ખાતર ખરીદવી પડે છે.

આ પરિસ્થિતીમાં સરકારે એવા ગાણાં ગાઇ રહી છેકે, રાજ્યમાં ખેત ઉત્પાદન વધે,પાકની ગુણવત્તા વધે,ખેડૂતોની આવક વધે તે દિશામાં સરકાર પ્રયત્નશીલ છે. હવે સવાલ એવો ઉઠયો છેકે,જો સરકાર કરોડો રૃપિયા ખેડૂતો પાછળ ખરાં અર્થમાં જ કરતી હોય તો,પછી ગુજરાતમાં ખેડૂતોની આવી દશા કેમ છે,ખેડૂતોની સ્થિતીમાં સુધાર કેમ આવતો નથી.

સરકારે વિધાનસભામા એવો જવાબ રજૂ કર્યો છેકે, પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના હેઠળ રાજ્યના ૧૯,૭૫ લાખ ખેડૂતોને આવરી લેવાયા છે. ગુજરાત સરકારે આ વિમા યોજના હેઠળ વર્ષ ૨૦૧૬માં પ્રિમિયમ પેટે રૃા.૬૫ કરોડ જયારે વર્ષ ૨૦૧૭માં રૃા.૧૦,૫૮,૩૪,૦૦,૦૦૦ વિમા કંપનીઓને ચૂકવ્યા હતાં.

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ એવો આક્ષેપ છેકે, પાક નિષ્ફળ જાય તો,ખેડૂતોને રકમ આપવામાં ય વિમા કંપનીઓ ઠાગાઠૈયા કરે છે. ભાજપના રાજમાં વિમા કંપનીઓને કમાવવાનો રસ્તો મોકળો કરી દેવાયો છે.૨ ટકા રકમ ખેડૂતો પાસે પ્રિમિયમરૃપ લેવાય છે.આ સમગ્ર યોજનામાં કૌભાંડની બૂ આવે છે.

સરકારે પ્રીમિયમ પેટે ખાનગી વિમા કંપનીને ચૂકવેલી રકમ

વીમા કંપની                                   રકમ

એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની  ૩,૯૬,૬૭,૪૨,૧૬૬
HDFC એગ્રો જનરલ ઇન્સ્યોરન્સ ૭,૧૧,૪૯,૯૩,૩૩૯
યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ   રૃા.૧૫,૧૬,૬૪,૪૯૫

 

More Stories:-


Post Your Comment