એસજીહાઇવે પરથી કારમાં બે યુવકોનું અપહરણ કરનારા ચાર શખ્સો ઝડપાયા


એસજીહાઇવે પરથી કારમાં બે યુવકોનું અપહરણ કરનારા ચાર શખ્સો ઝડપાયા

-રૃપિયાની લેવડ દેવડમાં

-ઢોર મારમારી ફરિયાદ નહી કરવાની ધમકી આપીને કર્ણાવતી ક્લબ પાસે ઉતારીને નાસી ગયા હતા


અમદાવાદ, તા.12 ફેબ્રુઆરી 2018,સોમવાર

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. રૃપિયાની લેવડ દેવડમાં ચાર શખ્સોએ બે યુવકોનુ એસજીહાઇવે પરથી અપહરણ કર્યું હતું, એટલુ જ નહી પોલીસ ફરિયાદ નહી કરવાની ધમકી આપીને ઢોર મારમારીને કર્ણાવતી ક્લબ પાસ ઉતારીને નાસી છૂટયા હતા. આ કેસમાં આનંદનગર પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે ઓઢવ આદિનાથનગર મુની સુવૃત્ત સોસાયટીમાં રહેતા અને મુથુટ ફાઇનાન્સમાં મહિલાઓ માટે ગૃહ લોનનો ધંધો કરતા કુલદીપભાઇ વસીએ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૪ ફેબુ્રઆરીએ પરિવાર સાથે રાત્રે એસજીહાઇવે પર હોટલમાં જમવા આવ્યા હતા. પરિવારને ઘેર મોકલ્યા બાદ તેમના મિત્ર સિધ્ધાર્થને અલકેશ સોની પાસે રૃા. ૧૮૦૦૦ લેવાના હોવાથી તેઓ કર્ણવતી ક્બલ પાસે ખેતલાઆપા ચાની કીટલી પર ભેગા થયા હતા.

જ્યાં ફરિયાદીનો મિત્ર સિધ્ધાર્થ બથીયા તથા અલકેશ સોની, પ્રકાશ ઉર્ફે અવનીશ રાવલ આવ્યા હતા અને કુલદીપે અલકેશ પાસે રૃપિયાની ઉઘરાણી કરી હતી. અડધા કલાકમાં રૃપિયા આપવાની વાત કરીને તે ત્યાંથી જતો રહ્યો હતો. રાત્રે ૨.૩૦ વાગે પરત આવ્યો હતો આ સમયે પ્રકાશ લાકડી લઇને આવ્યો હતો અને માર મારવા લાગ્યો હતો, થોડી જ વારમાં શૈલેષ નામનો યુવક સ્કોર્પિયો કાર લઇને આવી પહોચ્યો હતો તેણે પણ ફરિયાદને પટ્ટાથી માર્યો હતો.

આમ બન્ને યુવકોને ઢોર મારમાર્યા બાદ કારમાં બેસાડીને જવાનાને એસજીહાઇવે પર આંટાફેરા કરીને ફરિયાદ નહી કરવાની ધમકી આપી હતી કર્ણાવતી ક્લબ પાસે ઉતારીને નાસી છૂટયા હતા. જ્યારે ઉતાર્યા ત્યારે ફરિયાદી અર્ધ બેભાન હાલતમાં હોવાથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઇ, પી.બી.ચૌહાણના જણાવ્યા મુજબ આરોપીઓ સામે અપહરણ સહિતની કલમો મુજબ ગુનો નોધીને સરખેજમાં રહેતા પ્રકાશ ઉર્ફે અવનીશ રાવલ, તેનો ભાઇ શૈલેષ રાવલ અને ભાર્ગવ પરમાર તથા વેજલપુરમાં રહેતા અલકેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

More Stories:-


Post Your Comment