સિબિલ રેટિંગ સુધારી આપવાને નામે લેભાગુ એજન્ટો દ્વારા કરાતી છેતરપિંડી


સિબિલ રેટિંગ સુધારી આપવાને નામે લેભાગુ એજન્ટો દ્વારા કરાતી છેતરપિંડી

- સિબિલની સમસ્યાને કારણે લોન મેળવવા મથામણ કરતાં બોરોઅર્સ

- વાસ્તવમાં બાકી લોનનું બૅન્કમાં પેમેન્ટ કરો તો જ સિબિલ રેટિંગ સુધરી શકે લેભાગુ એજન્ટો પૈસા લઈ લે પછ


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 20 માર્ચ, 2018, મંગળવાર

બૅન્ક સાથે વિવાદ થતાં કે જૂની લોન સમયસર ન ચૂકવી શકેલા ડિફોલ્ટર્સનો સિબિલ રૅકોર્ડ સુધારી આપવાને નામે કેટલાક લોન અપાવવાનું કામ કરતા એજન્ટો લોકો સાથે રીતસર છેતરપિંડી જ કરી રહ્યા છે. બૅન્કમાં લોન માટે અરજી કરનાર દરેકનો સિબિલ રૅકોર્ડ ચકાસ્યા પછી જ બૅન્ક તેમના લોનના ફોર્મ મંજૂર કરવાની કામગીરી કરે છે.

સામાન્ય સંજોગોમાં બૅન્ક દ્વારા સિબિલ રૅકોર્ડને નામે સંખ્યાબંધ લોન લેનારાઓને બૅન્કો ટટળાવી રહી છે. આ રૅકોર્ડ યોગ્ય ન હોય તો તે વ્યક્તિને કે કંપનીને લોન મળતી જ નથી. પરિણામે તેઓ સિબિલ ક્લિયર કરાવી આપનારા એજન્ટોની ઝપટે ચઢતા હોવાનું જોવા મળે છે. આ માટે તેમની પાસેથી રૃા. ૧૦,૦૦૦થી માંડીને રૃા. ૨૫૦૦૦ કે વધુ પડાવી લેવામાં આવે છે.

જોકે સિબિલના સ્ટ્રેટજિક એકાઉન્ટ મૅનેજર અમિતસિંહ પનવરનું કહેવું છે કે કોઈપણ કંપની કે વ્યક્તિ કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લઈને તેના સિબિલ રૅકોર્ડ સુધારી જ શકતું નથી. ડિફોલ્ટર તેમના બાકી લેણા ચૂકવી આપે અને નો ડયૂ મેળવી લે તે પછી જે તે સંસ્થા તેની વિગતો સિબિલને આપે ત્યારબાદ જ તેમના રૅકોર્ડમાં સુધારો થાય છે. ક્રેડિટ મૈત્રી અને ક્રેડિટ સુધાર જેવી સંસ્થાઓ પણ બૅન્કના બાકીદારોને આ મુદ્દે માર્ગદર્શન આપી શકે છે. તેમને પણ તેમની પાસેથી એક પણ પૈસો લેવાનો હોતો નથી.

નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને બૅન્ક પાસે ફાઈનાન્સ મેળવવામાં પડતી તકલીફનો નિર્દેશ આપતા તેમણે જણાવ્યું હતું કે હવે દરેક કંપની અને વ્યક્તિએ તેમના સિબિલના સ્કોર પર ધ્યાન રાખવું પડશે. તેના પર જ ભવિષ્યમાં તેમને લોન મળવા અને ન મળવાનો આધાર રહેલો છે. ગુજરાત ચૅમ્બરમાં આજે સિબિલને મુદ્દે યોજવામાં આવેલા માર્ગદર્શક સેમિનારમાં સિબિલ રેટિંગ આવનારા દિવસોમાં ખાસ્સું મહત્વનું બની જશે તે અંગે નિર્દેશ આપવામાં આવ્યો હતો.

More Stories:-


Post Your Comment