ગાંધીનગર ઈન્ટરનેશનલની ૧.૨૯ લાખ અને SGVP સ્કૂલની ૯૦ હજાર પ્રોવિઝનલ ફી


ગાંધીનગર ઈન્ટરનેશનલની ૧.૨૯ લાખ અને  SGVP સ્કૂલની ૯૦ હજાર પ્રોવિઝનલ ફી

- ધો.૧૧-૧૨માં પણ ખાનગી સ્કૂલોએ એકથી બે લાખ સુધીની ફી માંગી

- ગાંધીનગર ઈન્ટરનેશનલ સ્કૂલે ૧.૮૫ લાખ અને નવકાર સ્કૂલે ૧ લાખ ફી માંગી હતી : લક્ષ્ય સ્કૂલે જુનિ.-સીનિ


અમદાવાદ, તા. 22 એપ્રિલ, 2018, રવિવાર

ફી નિર્ધારણ કાયદા હેઠળ હાલ અમદાવાદ સહિતના ચાર ઝોનમાં રાજય સરકારની જુદી જુદી ઝોન દીઠ ફી નિર્ધારણ કમિટીઓ દ્વારા સ્કૂલોએ કરેલી ફીની દરખાસ્ત સામે પ્રોવિઝનલ ફી મંજૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં અમદાવદ ઝોનમાં ફી કમિટીએ અત્યાર સુધીમાં ૨૭૦થી વધુ સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી કરી છે.આ સ્કૂલોમાં ગાંધીનગરની ગાંધીનગર ઈન્ટરનેશનલ સ્કૂલની ધો.૧૧-૧૨ સાયન્સની ૧.૨૯ લાખ અને અમદાવાદની નવકાર પબ્લિક સ્કૂલની ૭૫ હજાર પ્રોવિઝનલ ફી મંજૂર કરાઈ છે.

અમદાવાદ ઝોનમાં અમદાવાદ શહેર, ગ્રામ્ય તથા ગાંધીનગર, અરવલ્લી, પાટણ, મહેસાણઆ,  કચ્છ,  બનાસકાંઠા સહિતના ૯ જીલ્લાની સ્કૂલોનો સમાવેશ થાય છે.વાલીઓની ફરિયાદ છે કે ફી નિર્ધારણ કાયદામાં વધુ ફી માંગવાની દરખાસ્ત કરવાના બહાના હેઠળ મોટી ખાનગી સ્કૂલોએ તો બેફામ ફી માંગી છે.જેમાં મોટા ભાગની સીબીએસઈ તથા આઈસીએસઈ બોર્ડની સ્કૂલો છે.સ્કૂલના નામ પાછળ માત્ર ઈન્ટરનેશનલ લખીને અનેક સ્કૂલોએ સુવિધાઓ વગર પણ ૫૦-૫૦ હજાર સુધીની ફી માંગી છે.જ્યારે ધો.૧૧-૧૨ સહિતના ઉચ્ચતર માધ્યમિકમાં પણ મોટી ખાનગી સ્કૂલોએ એકથી બે લાખ સુધીની ફી માંગી છે. ે.સરકારનો દાવો છે કે રૃ.૭૦૦થી લઈને ૪૪ હજાર સુધીની ફી પ્રોવિઝનલ ફીમાં ઘટાડાઈ છે.

મોટો ફી ઘટાડો કરાયો છે તેવી સ્કૂલો ઓછી છે અને ૩૦થી૪૦ હજાર ફી માંગનારી મોટા ભાગની સ્કૂલોને નજીવા ઘટાડા સાથે પ્રોવિઝનલ ફી માન્ય રાખી ઓર્ડર કરી દેવાયા છે.૨૦૧૭-૧૮માં જે સ્કૂલોએ દરખાસ્ત કરી હતી અને જે સ્કૂલોના ફીના ઓર્ડર બાકી હતા તે સ્કૂલો સહિત આ વર્ષે  પ્રથમવાર દરખાસ્ત કરનારી સ્કૂલો સહિત ૨૭૦થી વધુ સ્કૂલોની પ્રોવિઝનલ ફી અત્યાર સુધી કમિટી દ્વારા નક્કી કરાઈ છે.

અમદાવાદ ઝોનમાં ગાંધીનગરમાં આવેલી ગાંધીનગર ઈન્ટરનેશનલ સ્કૂલે ધો.૧૧-૧૨ સાયન્સમાં ૧.૮૫ લાખ ફી માંગી હતી હતી જેની સામે કમિટીએ ૧,૨૯,૫૦૦ પ્રોવિઝનલ ફી મંજૂર રાખી છે.ધો.૪થી૯માં અને ધો.૧૦માં ૮૫ હજાર ફી માંગી હતી અને જેની સામે ૬૩,૭૦૦ ફી અપાઈ છે. આઉપરાંત અમદાવાદમાં કોચિંગ ક્લાસીસના ઓઠા હેઠળ ચાલતી નવકાર પબ્લિક સ્કૂલે ધો.૧૧-૧૨ સાયન્સમાં ૧ લાખ ફી માંગી હતી,જેની સામે ૭૫ હજાર પ્રોવિઝનલ નક્કી કરાઈ છે.

ઘણી સ્કૂલે ધોરણ દીઠ જુદી જુદી ફી માંગી,મંજૂર પણ કરી દેવાઈ
ઘણી સ્કૂલોએ પ્રી પ્રાયમરીથી માંડી ધો.૧૨ સુધી ધોરણ દીઠ જુદી જુદી ફી માંગી છે અને કમિટીએ ધોરણ દીઠ મંજૂર પણ કરી છે.મોટા ભાગની સ્કૂલોએ અનેક ગણો ફી વધારો કમિીટી પાસે માંગ્યો છે.જેમાં ખાસ કરીને કેટલીક સ્કૂલોએ તો પ્રાયમરીમાં,માધ્યમિકમા અન ઉચ્ચતર માધ્યમિકમાં દરેક ધોરણ દીઠ જુદી જુદી ફી માંગી છે અને જે ફી પણ  ખૂબ જ વધારે છે.આમ સ્કૂલોએ પોતાની મનમાની ચલાવી ૮થી૧૦ કેટગીરીમાં ફી માંગી છે.

અમદાવાદ-ગાંધીનગરની જાણીતી સ્કૂલોની પ્રોવિઝનલ ફી

સ્કૂલ

ધોરણ

માંગેલી ફી

મંજૂુર ફી

કોસમોસ કાસ્ટેલ,અમદાવાદ

પ્રીથી અપર પ્રા.

૪૦થી૫૨ હજાર

૩૨થી૩૯ હજાર

 

સેકન્ડરી

૫૯૪૦૦

૪૪૫૦૦

 

ઉ.મા.(જનરલ)

૬૬૯૦૦

૫૦૧૦૦

લક્ષ્ય ઈન્ટરનેશનલ અમદાવાદ

પ્રી.પ્રાયમરી

૧૨૫૦૦૦

૪૫૦૦૦

 

લોઅર-અપર પ્રા.

૫૯૬૦૦

૫૧૩૦૦

નવકાર સ્કૂલ,અમદાવાદ

ઉ.મા.(સાયન્સ)

૧૦૦૦૦૦

૭૫૦૦૦

પોદાર ઈન્ટરનેશનલ અમદાવાદ

ઉ.મા.(સાયન્સ)

૭૫૨૬૪

૫૬૪૦૦

 

ઉ.મા.(જનરલ)

૭૫૨૬૪

૫૬૪૦૦

અમદાવાદ પબ્લિક સ્કૂલ

માધ્યમિક

૭૧૦૦૦

૫૩૨૦૦

ગાંધીનગર ઈન્ટરનેશનલ સ્કૂુલ

ઉ.મા(સળંગ)

૧૮૫૦૦૦

૧૨૯૫૦૦

 

ધો.૪થી૯

૮૫૦૦૦

૬૩૭૦૦

 

ધો.૧૦

૮૫૦૦૦

૬૩૭૦૦

અચિવર સ્કૂલ ,ગાંધીનગર

ઉ.મા.(સાયન્સ)

૭૫૦૦૦

૭૦૦૦૦

મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ

ધો.૧થી૨

૮૭૩૦૦

૫૪૪૦૦

 

૩થી૫

૯૨૦૦૦

૫૫૫૦૦

 

૬થી૭

૯૯૦૦૦

૫૫૫૦૦

 

ધો.૮

૯૯૦૦૦

૫૫૦૦૦

મહારાજા અગ્રસેન,અમદાવાદ

પ્રી પ્રા.થીધો.૧૦

      -                 

૨૨થી૩૨ હજાર

 

સાયન્સ-કોમર્સ

       -               

૩૫થી૩૮ હજાર

એસ.જી.વી.પી,અમદાવાદ

પ્રી પ્રાયમરી

૮૨૪૦૦

૬૦૦૦૦

 

પ્રાયમરી

૮૭૩૦૦

૭૦૦૦૦

 

અપર પ્રાયમરી

૯૦૨૦૦

૭૦૦૦૦

 

સેકન્ડરી

૧૧૦૦૦૦

૯૦૦૦૦

 

હાયર સેકન્ડરી

૧૨૦૦૦૦

૯૦૦૦૦

 

More Stories:-


Post Your Comment