ગુજરાતમાં એપ્રિલ માસમાં ભૂકંપના ૩૧ આંચકા આવ્યા


ગુજરાતમાં એપ્રિલ માસમાં ભૂકંપના ૩૧ આંચકા આવ્યા

- ચાલુ વર્ષે ૩ થી વધુ તીવ્રતાના ૧૮ આંચકા અનુભવાયા

- પાંચથી ઓછી તીવ્રતાવાળા આંચકાથી જાનમાલને કોઈ નુકસાન થતું નથી


અમદાવાદ, તા. 22 એપ્રિલ, 2018, રવિવાર

ગુજરાતમાં ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ભૂકંપનાં કુલ ૪૫ આંચકાઓ આવી ચૂક્યા છે. જેમાં ચાલુ એપ્રિલ માસમાં જ સૌથી વધુ ૩૧ આંચકાઓ આવ્યા હતા. ગઇકાલે શનિવારે દક્ષિણ ગુજરાતમાં ૩.૭ ની તીવ્રતાના ભૂકંપ આવ્યો હતો. એપ્રિલ માસમાં રિક્ટર સ્કેલ પર ૩ થી વધુ તીવ્રતાના ૪ તેમજ ચાલુ વર્ષમાં કુલ ૧૮ આંચકા અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે.

ગઇકાલે શનિવારે દક્ષિણ ગુજરાતમાં ૩.૭ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પાંચ જિલ્લાઓમાં તેના આંચકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપને લઇને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે ભૂકંપના નિષ્ણાતોના મતે પાંચથી ઓછી તીવ્રતાવાળા ભૂકંપના આંચકાથી ડરવાની કોઇ જરૃર નથી.

આવા આંચકથી માત્ર જમીનમાં કંપન થાય છે. પરંતુ જાનમાલને નુકશાની થતી હોતી નથી. રિક્ટર સ્કેલ પર ૭ થી વધુની તીવ્રતા હોય તો જાનમાલને નુકશાની થવાની સંભાવના રહેલી હોય છે. કચ્છમાં ૨ થી ૩ ની તિવ્રતાના આંચકા સામાન્ય રીતે આવતા જ રહેતા હોય છે.

ચાલુ વર્ષે ૩ થી વધુની તીવ્રતાના ભૂકંપ ક્યારે ક્યાં આવ્યા ?

તારીખ

તીવ્રતા

સ્થળ

- ૧ જાન્યુઆરી

૩.૨

ભચાઉ, કચ્છ

- ૧૬ જાન્યુઆરી

૪.૧

ખાવડા, કચ્છ

- ૨૩ જાન્યુઆરી

૩.૮

તલાલા, સૌરાષ્ટ્ર

- ૩૦ જાન્યુઆરી

૩.૪

તલાલા સૌરાષ્ટ્ર

- ૧૦ ફેબુ્રઆરી

૩.૨

મહુવા, સૌરાષ્ટ્ર

- ૧૧ ફેબુ્રઆરી

૩.૩

 ભચાઉ, કચ્છ

- ૧૫ ફેબુ્રઆરી

૩.૨

ભચાઉ, કચ્છ

- ૨૫ ફેબુ્રઆરી

૪.૧

ભચાઉ, કચ્છ

- ૧૧ માર્ચ

૩.૫

રાપર, કચ્છ

- ૨૨ માર્ચ

૩.૪

ભચાઉ, કચ્છ

- ૨૪ માર્ચ

૩.૨

ખાવડ, કચ્છ

- ૨૯ માર્ચ

૪.૮

ભચાઉ, કચ્છ

- ૨૯ માર્ચ

૩.૫

ભચાઉ, કચ્છ

- ૨૯ માર્ચ

૩.૧

ભચાઉ, કચ્છ

- ૧૦ એપ્રિલ

૩.૧

રાપર, કચ્છ

- ૧૫ એપ્રિલ

૩.૩

રાપર, કચ્છ

- ૧૯ એપ્રિલ

૩.૪

ઘોલાવીરા, કચ્છ

- ૨૧ એપ્રિલ

૩.૭

દક્ષિણ ગુજરાત

 

More Stories:-


Post Your Comment