ગરમીમાં વધારો : અમદાવાદ ૪૧ ડિગ્રી સાથે રાજ્યનું 'હોટેસ્ટ સિટી'


ગરમીમાં વધારો : અમદાવાદ ૪૧ ડિગ્રી સાથે રાજ્યનું 'હોટેસ્ટ સિટી'

- ગાંધીનગર-અમરેલીમાં પણ ૪૧ ડિગ્રી ગરમી નોંધાઇ

- ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી


અમદાવાદ, તા.14 એપ્રિલ, 2018, શનિવાર

અમદાવાદ સહિત  રાજ્યભરમાં ગરમીનું પ્રભુત્વ ફરી વધવા લાગ્યું છે. આજે ૪૧ ડિગ્રી સાથે અમદાવાદ-ગાંધીનગર-અમરેલી રાજ્યના હોટેસ્ટ સિટી બની રહ્યા હતા. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીથી વધુ રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના મતે હાલ ઉત્તરપશ્ચિમનો પવન ફૂંકાઇ રહ્યો છે અને આગામી દિવસોમાં ગરમીમાં તબક્કાવાર વધારો થતો જશે. અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષથી એપ્રિલમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર થતો આવ્યો છે. બરાબર એક વર્ષ અગાઉ ૧૪-૧૫ એપ્રિલના ૪૩.૬ ડિગ્રીએ ગરમીનો પારો પહોંચી ગયો હતો.

૧૭-૧૮ એપ્રિલ ૨૦૧૦ના ૪૪.૬ ડિગ્રીએ પારો પહોંચ્યો હતો, જે અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષમાં નોંધાયેલી સૌથી વધુ ગરમી છે.  આજે રાજ્યના અન્ય શહેરમાંથી ડીસામાં ૪૦, વડોદરામાં ૪૦.૫, સુરતમાં ૩૫.૨, ભાવનગરમાં ૩૮.૯, રાજકોટમાં ૪૦.૯, દીવમાં ૩૨.૭, સુરેન્દ્રનગરમાં ૪૦.૮, ભૂજમાં ૪૦.૬ ડિગ્રી ગરમીનો પારો નોંધાયો હતો.

More Stories:-


Post Your Comment