અમદાવાદ એરપોર્ટનું હવે સંપૂર્ણ ખાનગીકરણ કરવાનાં ચક્રો ગતિમાન


અમદાવાદ એરપોર્ટનું હવે સંપૂર્ણ ખાનગીકરણ કરવાનાં ચક્રો ગતિમાન

- એરપોર્ટના આંશિક ખાનગીકરણ કરવા સામે સાધારણ પ્રતિસાદ મળ્યો હતો

- એરપોર્ટનું સંપૂર્ણ સંચાલન ૩૦ વર્ષ માટે ખાનગી કંપનીને સોંપવામાં આવી શકે છે


અમદાવાદ, તા.15 મે, 2018, મંગળવાર

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેશન અને ટર્મિનલ મેનેજમેન્ટના ખાનગીકરણ કરવાને રોકાણકારો તરફથી ખૂબ જ સાધારણ પ્રતિસાદ મળ્યો હતો. જેના પગલે અમદાવાદ એરપોર્ટનું સંપૂર્ણ ખાનગીકરણ કરવાની કવાયત ફરી એકવાર શરૃ કરી દેવામાં આવી છે.

અમદાવાદ ઉપરાંત ચેન્નાઇ, કોલકાતા, કોચી, પૂણે, જયપુર, લખનૌ અને ગુવાહાટી એમ દેશના આઠ એરપોર્ટનું સંપૂર્ણ ખાનગીકરણ કરવામાં આવી શકે છે. આ એરપોર્ટનું કયા મોડેલને આધારે ખાનગીકરણ કરવું તેની હાલમાં કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલય દ્વારા વિચારણા ચાલી રહી છે. જેમાં એક મોડેલ એવું છે કે પ્રત્યેક મુસાફરને આધારે ટેરિફ નક્કી કરવામાં આવે. જેના અંતર્ગત પ્રત્યેક મુસાફર દીઠ ફી ખાનગી કંપની મેળવશે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે આવકની વહેંચણી કરશે. લેન્ડિંગ, યુઝર ચાર્જ મંત્રાલય નક્કી કરશે તે જ વસૂલવાનો રહેશે.

અન્ય એક મોડેલ રિવર્સ બીડિંગ છે. જેમાં જે પણ કંપની લેન્ડિંગ, યુઝર ચાર્જ માટે સૌથી ઓછી રકમ મૂકશે તેને કોન્ટ્રાક્ટ અપાશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મોહાપાત્રાના મતે સરકાર ખાનગીકરણ માટે વિવિધ વિકલ્પ અંગે વિચારી રહી છે. જોકે, આ સિવાય તેમણે વધુ વિગત આપવાથી ઇન્કાર કર્યો હતો. એરપોર્ટને ૩૦ વર્ષ માટે ખાનગી કંપનીને આપવામાં આવે તેવી પણ એક સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઇ અને દિલ્હી કરતા અલગ રીતે એરપોર્ટનું ખાનગીકરણનું મોડેલ અપનાવાશે.

કયા એરપોર્ટમાં કેટલા મુસાફરોનું આવાગમન?

એરપોર્ટ

૨૦૧૬-૧૭

૨૦૧૭-૧૮

કેટલો વધારો?

ચેન્નાઇ

૧.૮૪ કરોડ

૨.૦૪ કરોડ

૧૦.૯%

કોલકાતા

૧.૫૮ કરોડ

૧.૯૯ કરોડ

૨૬.૦%

કોચી

૮૯ લાખ

૧.૦૨ કરોડ

૧૩.૬%

અમદાવાદ

૭૪ લાખ

૯૨ લાખ

૨૩.૯%

પૂણે

૬૮ લાખ

૮૨ લાખ

૨૦.૩%

જયપુર

૩૮ લાખ

૪૭ લાખ

૨૫.૭%

લખનૌ

૪૦ લાખ

૪૭ લાખ

૧૯.૮%

ગુવાહાટી

૩૮ લાખ

૪૭ લાખ

૨૩.૨

 

More Stories:-


Post Your Comment