અમદાવાદ જિલ્લામાં સિંચાઇના અભાવે લીલા ઘાસચારાનું ૧,૬૦૦ હેક્ટર ઓછું વાવેતર


અમદાવાદ જિલ્લામાં સિંચાઇના અભાવે લીલા ઘાસચારાનું ૧,૬૦૦ હેક્ટર ઓછું વાવેતર

- છેલ્લા દસ દિવસમાં મણે ૨૦ રૃપિયા વધી ગયા, રાહત દરે ઘાસચારો આપવા વ્યવસ્થા કરવા પશુપાલકોની માંગ


અમદાવાદ, તા. 22 એપ્રિલ, 2018, રવિવાર

અમદાવાદ જિલ્લામાં આ વર્ષે સિંચાઇના પાણીના અભાવે ખેતીક્ષેત્રે ભારે નુકશાની થવાની સાથે પશુઓ માટેના ઘાચસારાની પણ અછત વર્તાવા પામી છે. ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે જિલ્લામાં ૧,૬૦૦ હેક્ટરમાં ઓછું ઘાસચારાનું વાવેતર થતા હાલમાં ઘાસચારાના ભાવ વધી જતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. દસેક દિવસ પહેલા મકાઇનો ૨૦ કિલોનો ભાવ ૫૦ રૃપિયા હતો જ્યારે જુવારનો ભાવ ૬૦ રૃપિયા હતો. જેનો ભાવ હાલમાં અનુક્રમે ૬૦ અને ૮૦ રૃપિયા બોલાઇ રહ્યા છે.

અમદાવાદ જિલ્લામાં ગત વર્ષે આ ગાળામાં ૬,૦૦૦ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું હતું. જેનું ચાલુ વર્ષે વાવેતર ૪,૪૦૦ હેક્ટરમાં થયું છે. આ અંગે ખેડૂતોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે નર્મદાનું સિંચાઇનું પાણી ન મળતા ઉનાળું વાવેતરની સાથે ઘાસચારો પણ ઓછો થયો છે. સિંચાઇ આધારીત ખેતરો પડતર પડી રહ્યા છે. જ્યારે જે ખેડૂતો પાસે પોતાના પાણીના બોર હોય તેઓએ જ વાવેતર કરી શક્યા છે.

શહેર અને ગામડાઓમાં પશુપાલન સાથે સંકળાયેલા લોકો લીલા ઘાસચારા માટે હાલમાં ફાંફા મારી રહ્યા છે. શહેરમાં લીલા ઘાસચારાના પીઠાઓના સંચાલકોના મતે છેલ્લા દશ દિવસમાં લીલા ઘાસચારામાં મણે ૨૦ રૃપિયાનો વધારો થઇ ગયો છે. આગામી દિવસોમાં ઘાસચારાની તંગી વચ્ચે ભાવ મણે ૧૦૦ રૃપિયા સુધી પહોંચી જવાની શક્યતાઓ જોવાઇ રહી છે.

ઘાસચારો ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે હાલમાં ગામડાઓમાં જ ઘાસચારો મળી રહ્યો છે. સરકારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને રાહત દરે લીલો ઘાસચારો મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરાઇ રહી છે. રાજ્યમાં હાલમાં ૨,૩૦,૦૦૦ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે. જેમાં કચ્છમાં ૧૨,૮૦૦ હેક્ટર, ઉત્તર ગુજરાતમાં ૧,૧૭,૬૦૦ હેક્ટર, મધ્ય ગુજરાતમાં ૪૮,૩૦૦ હેક્ટર, સૌરાષ્ટ્રમાં ૪૦,૫૦૦ હેક્ટર અને દક્ષિણ ગુજરાતમાં ૧૦,૮૦૦ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે.

કયા જિલ્લામાં કેટલા હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે ?

જિલ્લો

વાવેતર (હેક્ટરમાં)

અમદાવાદ

,૪૦૦

આણંદ

,૨૦૦

ખેડા

૧૩,૧૦૦

બનાસકાંઠા

૫૭,૮૦૦

પાટણ

,૯૦૦

મહેસાણા

૨૨,૨૦૦

સાબરકાંઠા

૧૧,૮૦૦

ગાંધીનગર

૧૧,૪૦૦

અરવલ્લી

,૬૦૦

સુરેન્દ્રનગર

,૯૦૦

 

More Stories:-


Post Your Comment