નલીન કોટડિયાને શોધવા અડધી રાત્રે ધારીના જંગલમાં પોલીસે દરોડો પાડયો


નલીન કોટડિયાને શોધવા અડધી રાત્રે ધારીના જંગલમાં પોલીસે દરોડો પાડયો

- કરોડોના બીટ કોઈન કૌભાંડ કેસમાં

- ધારીની ગૌશાળામાં પણ દરોડો : વોરન્ટ અરજી પરનો હુકમ ૧૭મીએ થશે


અમદાવાદ, તા.15 મે, 2018, મંગળવાર

બીટ કોઈન પ્રકરણમાં સંડોવાયેલા પુરવ ધારાસભ્ય નલીન કોટડીયાને પકડવા માટે સીઆઈડી ક્રાઈમે ધારીના જંગલમાં આવેલા એક ફાર્મ હાઊસમાં તેમજ ધારીની એક ગૌશાળામાં પણ દરોડો પાડયો હતો. પરંતુ તેઓ હાથ લાગ્યા ન હતા. આ ઊપરાંત પણ બીજા અનેક સ્થળોએ કોટડીયાની શોધખોળ કરવા છતા તેઓ નહી મળી આવતા સ્પે. કોર્ટમાં ધરપકડ વોરન્ટ જારી કરવા તેમજ તેમને ભાગેડુ જાહેર કરવા માટેની કાર્યવાહીના ભાગ રૃપે અરજી કરી છે. જેના પરનો હુકમ ૧૭મે ના રોજ રાખવામાં આવ્યો છે.

નલીન કોટડીયાને સમન્સો પાઠવવા છતા હાજર નહી થતા અને સીઆઈડીને ગોળગોળ ફેરવતા છેવટે સીઆઈડીએ તેમના છુપાવાના સંભવિત સ્થળો પર બાતમીના આધારે સ્થાનિક પોલીસની મદદથી દરોડા પાડયા છે. પરંતુ તેઓ હાથ લાગ્યા ન હતા. આ દરોડામાં ધારીના જંગલમાં આવેલા એક ફાર્મમાં મોડી રાત્રે દરોડો પાડયો હતો અને ત્યાં ઊપસ્થિત રાજુભાઈ નામની વ્યક્તિની પુછપરછ કરીને નિવેદન લીધું હતું, તેવી જ રીતે ધારીમાં આવેલા જીગ્નેશભાઈ કોટડીયાની ગૌશાળામાં પણ દરોડો પાડયો હતો. અને તેમનું પણ નિવેદન નોંધ્યું હતું.  સીઆઈડીએ અત્યારસુધી જે કોઈ પ્રયત્નો કર્યા તેનો વિગતવાર અહેવાલ કોર્ટને આપ્યો છે અને નલીન કોટડીયાને પકડવા માટેના વોરન્ટની માંગણી કરી છે.

More Stories:-


Post Your Comment