ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ : ૧૭ લાખથી વધુ વિદ્યાર્થી


ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ : ૧૭ લાખથી વધુ વિદ્યાર્થી

- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી

- ૪૨ સ્ટેટ સ્કવૉડ ટીમો સાથે સંવેદનશીલ જિલ્લામાં ૧૫ ડિસ્ટ્રિક્ટ સ્કવૉડ ટીમને મંજૂરી


૨૫૦ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો સાથે કુલ ૧,૫૫૩ કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે
અમદાવાદ, તા. 11 માર્ચ, 2018, રવિવાર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ૧૨મીથી રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ની જાહેર મુખ્ય બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે.જેમાં આ વર્ષે ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.પરીક્ષામાં ગેરરીતિને રોકવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડે ૪૨ સ્ટેટ સ્કવોડ ટીમો તૈનાત કરી છે જ્યારે ૧૫ સંવેદનશિલ જીલ્લામાં ડીઈઓને ડિસ્ટ્રીકટ સ્કવોડ મુકવા મંજૂરી અપાઈ છે. ૨૫૦થી વધુ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો સાથે ધો.૧૦ અને ૧૨ના મળીને કુલ ૧૫૫૩ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચમાં ધો.૧૦ અને ૧૨ની મુખ્ય બોર્ડ પરીક્ષા લેવામા આવે છે.જે આવતીકાલે ૧૨મી માર્ચથી શરૃ થઈ રહી છે.આ વર્ષે ધો.૧૦માં ૧૧૦૩૬૭૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે.જેમાં સ્કૂલોમાં નિયમિત ભણનારા ૮૦૪૫૫૨ વિદ્યાર્થી છે,જ્યારે એનસીઈઆરટી કોર્સ હેઠળ પરીક્ષા આપનારા ૫૮૯૬ વિદ્યાર્થી છે, ખાનગી રેગ્યુલર તરીકે ૧૬૭૮૪, રીપીટર ૨૪૦૯૫૧, ખાનગી રીપીટર ૯૩૦૫ અને પૃથ્થક (નોકરી માટે એક-બે વિષયની પરીક્ષા આપનાર) એટલે કે આઈસોલેટેડ ૨૬૧૮૬ વિદ્યાર્થી છે.

ધો.૧૨ સાયન્સમાં આ વર્ષે એ ગુ્રપમાં ૫૭૭૬૪ અને બી ગુ્રપમાં ૭૬૮૮૬ વિદ્યાર્થી સાથે કુલ ૧૩૪૬૭૧ વિદ્યાર્થી છે.ધો.૧૨ સાયન્સમાં સેમેસ્ટર સીસ્ટમ દૂર થતા આ વર્ષે પ્રથમવાર એન્યુઅલ પેટર્નથી વાર્ષિક ધોરણે બોર્ડ પરીક્ષા લેવાઈ રહી છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૪૭૬૬૩૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં નિયમિત ૩૩૯૦૪૭, રીપીટર ૫૯૧૩૬, પૃથ્થક ૭૪૧૫, ખાનગી નિયમિત ૪૬૫૫૯ અને રીપિટર તરીકે ૨૫૪૩૭ વિદ્યાર્થી પરીક્ષા આપશે. ગત વર્ષની સરખામણીએ ધો.૧૦માં એકથી દોઢ હજાર વિદ્યાર્થી વધ્યા છે જ્યારે ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થી ઘટયા છે અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ એકથીબે હજાર વિદ્યાર્થી વધ્યા છે.આમ આ વર્ષે કુલ મળીને ધો.૧૦ અને ૧૨માં ૧૭૧૪૯૭૯ વિદ્યાર્થી પરીક્ષા આપશે.

ધો.૧૦માં કુલ ૯૦૮ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધો.૧૦માં કેન્દ્રો વધ્યા છે.આ વર્ષે ૪૫ નવા કેન્દ્રો માટે દરખાસ્ત હતી જેમાંથી ૩૩ મંજૂર કરાયા છે.જ્યારે ત્રણ પરીક્ષા કેન્દ્રો રદ કરવામા આવ્યા છે.ધો.૧૨ સાયન્સમાં ૧૪૦ અને ધો.૧૨ સમાન્ય પ્રવાહમાં ૫૦૫ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે.આ વર્ષે ધો.૧૦માં ૬૦૧૭ વિકલાંગ વિદ્યાર્થી છે જ્યારે અંધ વિદ્યાર્થી માટે પ્રથમવાર બ્રેઈલ લીપીમાં પરીક્ષા લેવાશે.આ વર્ષે જેલમાં કેદ કેદીઓ તરીકે ધો.૧૦માં  ૧૫૫ અને ધો.૧૨માં ૩૭ વિદ્યાર્થી પરીક્ષા આપશે.જેમાં અમદાવાદ જેલમાંથી ધો.૧૦માં ૩૮ અને ધો.૧૨માં ૭, રાજકોટમાંથી ૪૧ અને ૧૭,વડોદરામાંથી ૭૨ અને ૧૧ તથા સુરતમાં ૪ અને ૨ કેદી પરીક્ષા આપશે.

શિક્ષણ બોર્ડ દ્વારા દરેક જીલ્લા સ્તરે કલેકટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિ રચાઈ છે.આ ઉપરાંત પરીક્ષાને લઈને વિવિધ કડક નિયમો પણ જાહેર કરાયા છે.આવતીકાલે સવારે ૧૦ વાગ્યાથી પરીક્ષા થશે અને જેમાં સવારે ધો.૧૦ની પરીક્ષા લેવાશે ત્યારબાદ બપોરે ૩ વાગ્યાથી ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સની પરીક્ષા લેવાશે.સવારે ૯ વાગે દરેક જીલ્લામાં કલેકટર અને ડીઈઓ દ્વારા પરીક્ષા નિયત પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને ગુલાબના ફુલ આપી સ્વાગત કરાશે.આવતીકાલે ધો.૧૦માં સંસ્કૃત પ્રથમાની પણ બોર્ડ પરીક્ષા શરૃ થશે.

પરીક્ષાને લઈને કડક નિયમો
* પેપર લીક ન થાય તે માટે ઝોનને બદલે સીધા બ્લોકમાં પ્રશ્નપત્ર કવર ખોલાશે
* દરેક બિલ્ડીંગ અને બ્લોક ના પ્રમાણે પ્રશ્નપત્રનું બોક્સ અલગ તૈયાર કરાયા
* ઝોનને બદલે બિલ્ડીંગમાં સીધા પ્રશ્નપત્ર બોક્સનું વિતરણ
* વિદ્યાર્થી મોડો આવે તે કીસ્સામાં સીલબંધ કવર ખંડનિરિક્ષક -સુપરવાઈઝરની હાજરીમાં ફરીથી ખોલાશે
* ગેરરીતિના કિસ્સામાં નિયમ પ્રમાણે દસ્તાવેજી કાર્યવાહી ન કરનાર સ્કવોર્ડ સભ્ય કે અધિકારી કસૂરવાર
* પ્રશ્નપત્ર પર વિદ્યાર્થી બેઠક નંબર લખે તેની કાળજી ખંડ નીરિક્ષકે લેવી ,નિષ્કાળજી દાખવાનાર ખંડ નીરિક્ષક સામે કાર્યવાહી થશે

આજે પ્રથમ દિવસે આ પેપર

ધો.૧૦

પ્રથમભાષા

ધો.૧૨ સાયન્સ

ફિઝિક્સ

ધો.૧૨ સા.પ્ર

એકાઉન્ટ

પરીક્ષાની આંકડાકીય માહિતી

ધોરણ

વિદ્યાર્થી

ઝોન

કેન્દ્ર

બિલ્ડીંગ

બ્લોક

૧૦

૧૧૦૩૬૭૪

૭૯

૯૦૮

૩૩૬૧

૩૭૭૦૦

૧૨ વિ.પ્ર.

૧૩૪૬૭૧

૫૬

૧૪૦

૫૯૭

૬૮૮૦

૧૨ સા.પ્ર.

૪૭૬૬૩૪

૫૬

૫૦૫

૧૫૨૫

૧૫૭૫૭

 

More Stories:-


Post Your Comment