અમદાવાદ ૪૨.૯ ડિગ્રીમાં શેકાયું સુરેન્દ્રનગર ૪૪ ડિગ્રી સાથે 'હોટેસ્ટ સિટી'


અમદાવાદ ૪૨.૯ ડિગ્રીમાં શેકાયું  સુરેન્દ્રનગર ૪૪ ડિગ્રી સાથે 'હોટેસ્ટ સિટી'

- ૮ શહેરમાં પારો ૪૧ ડિગ્રીને પાર : આગામી ત્રણ દિવસ પારો ૪૨ ડિગ્રીની આસપાસ રહેશે


અમદાવાદ, તા.15 મે, 2018, મંગળવાર

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીએ કેર વર્તાવવાનું જારી રાખ્યું છે. આજે અમદાવાદ ૪૨.૯ ડિગ્રીમાં શેકાયું હતું જ્યારે સુરેન્દ્રનગર ૪૪ ડિગ્રી સાથે રાજ્યનું 'હોટેસ્ટ સિટી' બની રહ્યું હતું. આજે રાજ્યના ૮ શહેરમાં ૪૧ ડિગ્રીથી વધુ ગરમીનો પારો નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની સાથેના ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ દરિયાઈ ઊંચાઇ પર ૧.૫ કિલોમીટર સુધી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૭% રહ્યું હતું. આગામી બે-ત્રણ દિવસમાં ગરમીમાં અતિશય વધારો થવાની સંભાવના નહિવત્ છે.

ઉત્તર ગુજરાત, સોરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ૪૧થી ૪૩ ડિગ્રી વચ્ચે ગરમીનો પારો રહી શકે છે.અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ૪૨ ડિગ્રીની આસપાસ ગરમીનો પારો રહેશે. ' હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આજે ૪૫ ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી ગયો હતો. 

તેમના દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં પારો ૪૬ ડિગ્રી સુધી પહોંચી શકે છે. આજે અમદાવાદ, સુરેન્દ્રનગર ઉપરાંત ગાંધીનગર, રાજકોટ, અમરેલી, ડીસા, વલ્લભવિદ્યાનગરમાં પણ ૪૨ ડિગ્રીથી વધારે ગરમી નોંધાઇ હતી.

More Stories:-


Post Your Comment