અહેમદ પટેલની જીતને પકડારતી રિટમાંથી ચૂંટણીપંચને પક્ષકાર તરીકે દૂર કરાયું


અહેમદ પટેલની જીતને પકડારતી રિટમાંથી ચૂંટણીપંચને પક્ષકાર તરીકે દૂર કરાયું

- ઓગસ્ટ-૨૦૧૭ની રાજ્યસભા ચૂંટણીમાં

- અહેમદ પટેલના વકીલ કપિલ સિબ્બલની દલીલને હાઈકોર્ટે માન્ય રાખી


અમદાવાદ, તા. 20 માર્ચ, 2018, મંગળવાર

ગુજરાત હાઈકોર્ટે ભાજપના નેતા બળવંતસિંહ રાજપૂતને તેમની કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની રાજ્યસભાની જીતને પડકારતી પીટિશનમાંથી ચૂંટણીપંચને પક્ષકારની યાદીમાં દૂર કરવાનો આદેશ કર્યો છે. આ આદેશ સાથે કોર્ટ અહેમદ પટેલની જીત સામે થયેલી આ અરજીનો નિકાલ કર્યો છે.

ઓગસ્ટ ૨૦૧૭માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ અહેમદ પટેલે વિજય મેળવ્યો હતો કારણ કે ચૂંટણીપંચે બે ધારાસભ્યોના મત બે મત અમાન્ય ઠેરવ્યા હતા. કોંગ્રેસના બે ધારાસભ્યોએ અહેમદ પટેલને મત આપ્યા બાદ એવું જાહેર કર્યુ હતું કે તેમણે કરેલા મતદાનને ગણતરીમાં ન લેવામાં આવે. જો આવું શક્ય બને તો બળવંતસિંહ રાજપૂત વિજેતા બને તેમ હતા. પરંતુ ચૂંટણીપંચે આ બન્ને ધારાસભ્યોના મતને અમાન્ય ઠેરવ્યા હતા.

બળવંતસિંહ રાજપૂતે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી કે ચૂંટણીપંચનો નિર્ણય ગેરકાયદે છે અને તે ચૂંટણી માટે નિયુક્ત કરાયેલા રિટર્નિંગ ઓફિસરે તેમને મળેલા બે મતને માન્ય ઠેરવ્યા હોવાથી ચૂંટણીપંચને આ મત અમાન્ય ઠેરવવાનો કોઈ અધિકાર નથી. હાઈકોર્ટનો ચુકાદો છે કે ચૂંટણીપંચના આદેશને પીટિશન કરી પડકારી ન શકાય તેમજ ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા હોવાથી તેને પક્ષકાર ન બનાવી શકાય.

અહેમદ પટેલના વકીલ કપિલ સિબ્બલની રજૂઆત હતી કે બળવંતસિંહે આપેલી ટ્રુકોપી વાસ્તવમાં ટ્રુકોપી ન ગણી શકાય. તેમજ તેમના અસીલને આપવામાં આવેલી પીટિશન હાઈકોર્ટની નિર્દેશ મુજબ તૈયાર નહોતી કરવામાં નથી આવી. આ દલીલ પર તેમણે  અહેમદ પટેલ સામેની પીટિશનનો નિકાલ કરવાની માગણી હતી. જેને માન્ય રાખી કોર્ટે આ પીટિશનનો નિકાલ કર્યો છે આ કેસના અન્ય મુદ્દાઓ પર છઠ્ઠી એપ્રિલે હાથ ધરવામાં આવશે.

More Stories:-


Post Your Comment