આતંકવાદનો નવો ચહેરો હવે દુનિયા સામે આવી રહ્યો છે


આતંકવાદનો નવો ચહેરો હવે દુનિયા સામે આવી રહ્યો છે

- ભારત ખાતેના ઈઝરાયેલી એમ્બેસેડરે વકતવ્ય આપ્યું

- ગુજરાત યુનિ.માં ડેનિએલ કારમને કહ્યું કે ઈરાન સહિતના દેશો ઈઝરાયેલ માટે માથાનો દુખાવો


અમદાવાદ, તા.15 મે, 2018, મંગળવાર

ગુજરાત યુનિ. ખાતે યોજાયેલા ઈન્ડિયા-ઈઝરાયેલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પરના કાર્યક્રમમાં વકતવ્ય આપવા આવેલા ભારત ખાતેના ઈઝરાયેલના એમ્બેસેડર ડેનિએલ કારમને જણાવ્યું કે હાલ દુનિયા સામે આતંકવાદનો એક નવો ચહેરો આવી રહ્યો છે અને ભારત અને ઈઝરાયેલ બંને દેશ આંતકવાદનો શિકાર છે.

ભારતીય વિચાર મંચના ઉપક્રમે આજે ગુજરાત યુનિ .સેનેટ હોલમાં  ભારત-ઈઝરાયેલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વિષય પર ઈઝરાયેલના ભારત ખાતેના એમ્બેસેડર ડેનિએલ કારમનનું વકતવ્ય રાખવામા આવ્યુ હતું.જેમાં તેઓએ જણાવ્યું કે ઈઝરાયેલ માટે ઈરાન સહિતના પાડોશી દેશો ખૂબ જ ખરાબ સ્થિતિ ઉભી કરી રહ્યા છે અને ખાસ કરીને ઈરાન કે જે આતંકવાદી પ્રવૃત્તિને વેગ આપે છે તે મોટા માથાના દુખાવા સમાન છે.

ભારત અને ઈઝરાયેલ આંતકવાદનો શિકાર બની ચુક્યા છે અને હાલ પણ સામનો કરી રહ્યા છે.જેરુસલેમમાં અમેરિકન એમ્બેસીના ઉદઘાટન સમયે થયેલી હિંસા અને ઈઝરાયેલી સેનાના ગોળીબારમાં થયેલા ૪૧ મોત અંગે ડેનિએલ કારમને જણાવ્યું કે વિરોધ કરનાર પ્રદર્શનકારીઓ ઈઝારેયલની બોર્ડરમાં ઘુસીને સૈનિકોને બંદી બનાવી તેમને હેરાન કરવા માંગતા હતા અને આ ઘટનાની જાણ ઈઝરાયેલને પહેંલેથી હતી તેમજ અન્ય દેશોને પણ ચેતવવામા આવ્યા હતા.

આ રીતે શાંત વિરોધ કરીને બાદમાં આંતકવાદી પ્રવૃત્તિઓ કરવી તે જ આ લોકોનું કામ છે. તેઓએ વધુમાં જણાવ્યું કે ઈઝારેયલ અને ભારતના સંબંધો સુદ્રઢ છે અને વધુ સારા બનશે,જે માટે બંને દેશો પ્રયત્નશીલ છે.મુક્ત વ્યાપાર સંધી હેઠળ આગામી સમયમાં બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે મોટા આર્થિક રોકાણો થશે.અગાઉ ઈઝરાયેલ અને ભારત વચ્ચે ૯થીવધુ વાર મંત્રણા થઈ ચુકી છે. ડેનિઅલે જણાવ્યું કે ભારત એક એવો દેશ છે કે જ્યાં યહુદીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને તેઓ સુરક્ષીત છે.

વોટર ઈરિગેશન, એગ્રિકલ્ચર તથા ડિફેન્સ ક્ષેત્રે ભારત અને ઈઝરાયેલ વચ્ચે ટેકનોલોજી આધારીત નવા પ્રોજેક્ટો શરૃ થશે ખાસ કરીને આંત્રપ્રિન્યોરશિપ તથા રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ધ્યાન આપનાર ઈઝારાયેલે અગાઉ ૧૮ જેટલા સેન્ટર ઓફ એક્સલેન્સ ભારતમાં શરૃ કર્યા છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.ભારત અને ઈઝરાયેલના સંબંધોને ૨૫ વર્ષ પુરા થતા હોઈ વધુ સેન્ટરો સાથે ૨૫ સેન્ટરો ભારતમાં ઉભા કરાશે.

More Stories:-


Post Your Comment