ઘાટલોડિયામાં ખાખરા વેચવા આવેલા યુવકે કિશોરીને બાથમાં લઇ લીધી


ઘાટલોડિયામાં ખાખરા વેચવા આવેલા યુવકે કિશોરીને બાથમાં લઇ લીધી

- ડઘાઇ ગયેલી કિશોરી બાથરૃમાં પૂરાઇ ગઇ

- વિકૃત માનસિકતા ધરાવતા યુવકને પરિવારજનોએ ખાખરા લેવાના બહાને પરત બોલાવી પોલીસને સોપ્યો


અમદાવાદ, તા. 15 એપ્રિલ, 2018, રવિવાર

ઘાટલોડિયામાં ખાખરા-પાપડ વેચવા આવેલા યુવકે વિકૃતતાની હદ વટાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, યુવકે વાસણ ઘસી રહેલી માતાને બોલાવવાનું કહીને કિશોરીને બાથમાં લઇ લીધા બાદ શારિરીક અડપલાં કર્યા હતા. આ બનાવ અંગે ઘાટલોડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના હવાલે કર્યો હતો.

આ કેસની વિગત એવી છે, ઘાટલોડિયામાં કર્મચારીનગર પાસે આનંદબાગ એપાર્ટમેન્ટમાં રહેતો અને ઘેર ઘેર ફરસાણ વેચવાનો ધંધો કરતો નિરવ દિલીપભાઇ શાહ (ઉ.વ.૩૪) ગઇકાલે બપોરે ઘાટલોડિયા વિસ્તારમાં સોલા રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં એક વ્યકિતના ત્યાં ખાખરા-પાપડ વેચવા માટે ગયો હતો. ઘરમાં મા-દિકરી એકલા હતા, ૧૩ વર્ષની દિકરી ડ્રોઇંગ રૃમમાં હાજર હતી અને તેની માતા ચોકડીમાં વાસણ ઘસતી હતી.

યુવકે માતાને બોલાવવાનું કહીને કિશોરીને બાથમાં લઇ લીધી હતી ત્યારબાદ ગળાના ભાગે કિસ કરીને છાતી પર હાથ ફેરવીને શારિરીક અડપલાં કર્યો હતા. જો કે યુવકની આ પ્રમાણેની વિકૃત હરકતોથી ડઘાઇ ગયેલી કિશોરી બાથરૃમમાં પુરાઇ ગઇ હતી.યુવક ગયા બાદ માતાને બુમ પાડતાં દિકરીએ બહાર આવીને આ હકીકતની માતાને જાણ કરી હતી.

જેથી પરિવારના સભ્યોએ યુવકને પાપડ-ખાખરા લેવાના બહાને પરત બોલાવ્યો હતો અને પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફોન કરીને પોલીસને સુપરત કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતાં યુવક છેલ્લા ૧૬ વર્ષથી તે એપાર્ટમેન્ટમાં ખાખરા-પાપડ વેચવા માટે જતો હોવાનું ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ, જે.આર.પટેલે જણાવ્યું હતું.

More Stories:-


Post Your Comment