અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ:સ્વાઇનફ્લૂથી એકનું મૃત્યુ


અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ:સ્વાઇનફ્લૂથી એકનું મૃત્યુ

-કાળઝાળ ગરમી શરૃ થાય તે પહેલાં જ

-ગયા વર્ષના ઝાડા-ઉલટી, કમળાના ૫૮૮ દર્દીઓ સામે ચાલુ વર્ષે ડબલ ૧૦૮૮ સંખ્યા નોંધાઈ


અમદાવાદ, તા.12 ફેબ્રુઆરી 2018, સોમવાર

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. ઠેર ઠેર આવતું પ્રદૂષિત પાણી અને ફુડપાર્લરો પર વેચાતા હલકા તેમજ વાસી ખાદ્યપદાર્થોના કારણે ગયા વર્ષ કરતાં દર્દીઓની સંખ્યા ડબલ થઇ ગઇ છે. ઉનાળાની ગરમી શરૃ થતાં રોગચાળો કાબુ બહાર જતો રહેશે તેમ અત્યારથી જ જણાય છે.

ફેબુ્રઆરીના માત્ર ૧૦ દિવસમાં જ ઝાડા-ઉલ્ટી, કમળો અને ટાઇફોઇડના ૨૭૪ દર્દીઓ મ્યુનિ. હોસ્પિટલોમાં દાખલ થયેલાં છે. ખાનગી હોસ્પિટલો અને ફેમિલી ડોકટરોને ત્યાં તપાસ કરવામાં આવે તો આ આંક ૮૦૦થી પણ ઉપર પહોંચે તેમ છે. જ્યારે સ્વાઇનફ્લૂ એકનું મૃત્યુ થયું છે.

શહેરના ૪૩થી વધુ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવે છે. એટલું જ નહીં પ્રદૂષણની ફરિયાદના નીકાલમાં પણ લાંબો સમય જતો હોય છે. પાણીની લાઇનોને સમાંતર જતી ગટરની લાઇનો અને મેનહોલ સતત ભરેલાં રહેતાં હોવાથી ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જાય છે.

ગટરો બેક મારતી હોવાની ફરિયાદો, ગટર ઉભરાયને રોડ પર ફરી વળતું ગંદુ પાણી વગેરે પ્રકારની ફરિયાદો પણ વધતી જાય છે. ફેબુ્રઆરીના પ્રારંભે જ ઝાડા-ઉલ્ટીના ૧૬૧, કમળાના ૬૩ અને ટાઇફોઇડના ૫૦ દર્દીઓ દાખલ થયા હોવાનું જાણવા મળે છે.

જ્યારે મલેરિયાના ૧૫, ફાલ્સીપેરમના ૩ અને ડેન્ગ્યુના ૨ દર્દી મ્યુનિ. હોસ્પિટલોમાં દાખલ થયેલાં છે. બીજી તરફ ડબલ ઋતુના કારણે વાયરલ ઈન્ફેકશન તાવ અને શરદી-ખાંસીના ઘેર ઘેર ખાટલાં જેવી સ્થિતિ પેદા થઇ છે.

મ્યુનિ. હેલ્થ ખાતાએ જ એક સપ્તાહમાં મેલેરિયાના લક્ષણો ધરાવતા ૨૩૯૧૯ દર્દીના લોહીના અને ડેન્ગ્યુઝના લક્ષણો ધરાવતા ૯૧ દર્દીના સીરમના નમૂના ટેસ્ટ કરવા માટે લીધાં છે. આ જોતાં મ્યુનિ. ચોપડે જ તાવા ૨૪૦૧૦ કેસો નોંધાયા છે.

ઉપરાંત સ્વાઇનફ્લૂના ૧૦ દિવસમાં પાંચ કેસ નોંધાયા છે. જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરાયેલા હતા. આ દર્દીઓ પૈકી મોટેરા વિસ્તારમાં રહેતાં ૬૨ વર્ષના એક મહિલા દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. રોગચાળો કાબુમાં હોવાના હેલ્થ ખાતાના દાવાઓ વચ્ચે અમદાવાદમાં તમામ પ્રકારનો રોગચાળો વકરી રહ્યો છે.

More Stories:-


Post Your Comment