આજથી ઇ-મેમોનો પ્રારંભ : ટ્રાફિકનો ભંગ કરનારા વાહન ચાલકો દંડાશે


આજથી ઇ-મેમોનો પ્રારંભ : ટ્રાફિકનો ભંગ કરનારા વાહન ચાલકો દંડાશે

- ૧૪૦૦ CCTV કેમેરા સાથે શહેર ટ્રાફિક પોલીસ સજ્જ

- ત્રણ સવારી, હેલમેટ વગર, ચાલુ વાહને મોબાઇલ પર વાતો કરનારા પર તવાઇ : અકસ્માત ઘટાડવા શહેર પોલીસનો પ્ર


અમદાવાદ, તા.14 એપ્રિલ, 2018, શનિવાર

મુલતવી રખાયેલી ઇ-મેમો સિસ્ટમ આજે ફરીથી અમલી બનાવાશે, ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓને હવે ફરી ઇ-ચલણ મળતું થશે. આજે તા. ૧૫ને રવિવારથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના વિવિધ નિયમનો ભંગ કરનારાઓને સીસીટીવી મારફતે ઝડપી પાડશે અને ઇ-મેમો દ્વારા રૃા. ૧૦૦થી લઇને ૧૦૦૦ હજાર સુધીનો દંડ વસૂલ કરશે.

અમદાવાદ શહેર સહિત રાજ્યના ચાર મહાનગરોમાં ટેકનીકલ ખામીના કારણે અગાઉ કાર્યરત ટ્રાફિકના દંડ માટેના ઇ-મેમોને રાજ્ય સરકારે બંધ કર્યો હતો. હવે આજ રવિવારથી અમદાવાદ શહેરમાં ફરીથી ઇ-મેમોને પ્રારંભ થશે. જેના માટે શહેરમાં કુલ ૧૪૦૦થી વધુ સીસીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ઇન્કમટેક્ષ, નહેરુબ્રિજ, વાડજ સર્કલ સહિતના ચાર રસ્તા પર ૧૦ જેટલા સીસીટીવી કેમેરા લગાડયા છે. જેથી બ્રિજો પરથી આવતા જતા વાહન ચાલકો ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો કમાન્ડ એન્ડ કન્ટ્રોલના સીસીટીવી કેમેરા દ્વારા કેપ્ચર કરાયેલા ફોટાના આધારે ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહન ચાલકોના ઘેર ઇ-મેમો મોકલીને દંડની વસૂલાત કરાશે.

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં વાહન અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેમાં ખાસ કરીને શહેરમાં ત્રણ સવારી વાહન ચલાવવું, હેલ્મટ વગર તેમજ ચાલુ વાહને ફોન પર વાતો કરવી જેના વિવિધ ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા તથા બે ફિકરાઇ ભર્યા વાહન ચાલકોને કાબુમાં લેવા માટે ્સરકાર દ્વારા ઇમેમોનો ફરીથી પ્રારંભ કર્યો છે. જો વાહન ચાલક વારંવાર ભયજનક રીતે વાહન હંકારતો ઝડપાશે તો તેવા કિસ્સામાં તેનું લાઇસન્સ સસ્પેન્ડ પણ કરાશે.

કયા  ગુનામાં  કેટલો દંડ થશે

ગુનાનો પ્રકાર

પ્રથમ વખત

ત્યારબાદ

 

નો દંડ

નો દંડ

સ્ટોપલાઇનનો ભંગ કરવો

રૃ. ૧૦૦

રૃ. ૩૦૦

નો-પાર્કીંગમાં પાર્ક કરવું

રૃ. ૧૦૦

રૃ. ૩૦૦

ટુ વ્હીલરમાં ત્રણ સવારી

રૃ. ૧૦૦

રૃ.  ૩૦૦

વાહન ચલાવતી વખતે

રૃ. ૧૦૦૦

રૃ. ૨૦૦૦

ફોન પર વાત કરવી /

 

 

ભયજનક વાહન ચલાવવું

 

 

ઓવરસ્પીડ વાહન હંકારવું

રૃ. ૪૦૦

રૃ. ૧૦૦૦

ફેન્સી નંબર પ્લેટ

રૃ. ૧૦૦

રૃ. ૩૦૦

 

More Stories:-


Post Your Comment