અમદાવાદમાં બૂટલેગરો સક્રિય હવે ટ્રેન માર્ગે દારૃની હેરાફેરી


અમદાવાદમાં બૂટલેગરો સક્રિય હવે ટ્રેન માર્ગે દારૃની હેરાફેરી

- ચેઇન પુલિંગ કરી ખોખરામાં દારૃનો જથ્થો ઉતારવાનો કારોબાર

- ટ્રેન રોકાતા નશામાં ચકચૂર પકડાયેલા બે ભાઇએ RPF જવાનને ઢોર મારમારીને મારી નાંખવાની ધમકી આપી


અમદાવાદ, તા.15 મે, 2018, મંગળવાર

ગુજરાતમાં દારૃબંધી હોવાનો પોલીસ દાવો કરી રહી છે, ત્યારે બુટલેગરો પણ અમદાવાદમાં દારૃ ઘૂસડાવવા માટે નવા નવા રસ્તા અપનાવી રહ્યા છે. મુબઇ તરફથી આવતી ટ્રેનની ખોખરા- મણિનગર વિસ્તારમાં ચેઇન પુલીંગ કર્યા બાદ ટ્રેનમાંથી ગણતરીની મિનીટોમાં દારૃનો જથ્થો ઉતારી લેવાના કારોબાર ચાલી રહ્યો છે, મણિનગરમાં ટ્રેન રોકાતાની સાથે આરપીએફ જવાન દોડી ગયા હતા અને બે આરોપીને પકડી પાડયા હતા નશામાં ચૂર આરોપીઓએ આરપીએફ જવાને ઢોર મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મણિનગર પોલીસ સગા બે ભાઇની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે, કે નરોડા કૃષ્ણનગર ખાતે રહેતા અને આરપીએફમાં નોકરી કરતા ગીરીશભાઇ મોદીએ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગઇકાલે બપોરે રેલવે ફાટક નંબર-૩૦૮થી કેડીલા બ્રિજ સુધી પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ સમયે મુંબઇથી અમદાવાદ લોકલ ટ્રેન આવી હતી અને ગુરુજી બ્રિજ પાસે અચાનક ટ્રેન રોકાઇ ગઇ હતી. જથી આરપીએફ જવાને દોડીને ટ્રેનમાંથી ઉતરેલા એક યુવકને પકડી લીધો હતો અને પૂછ્યું કે તે ચેઇન પુલીંગ કરી છે આ સમયે અન્ય એક શખ્સે આરપીએફ જવાનને પથ્થરમારીને ઘાયલ કર્યો હતો.

ટ્રેનમાંથી પેસેન્જરો ઉતરીને પથ્થર મારનારને પકડી લીધો હતો આ બન્ને શખ્સે ભેગા મળી આરપીએફ જવાનો ઢોર મારમાર્યો હતો તેમ છતાં બન્ને પકડી મણિનગર પોલીસને સોંપ્યો હતો. મણિનગર પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતાં આરોપીઓમાં વીકી આનંદભાઇ ગોસામી અને તેનો ભાઇ ટીનીયો આનંદભાઇ ગોસ્વામી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં બન્ને ભાઇ દારૃના નશામાં હતા. આ લોકોએ ટ્રેન રોકીને દારૃનો જથ્થો ઉતાર્યો હોવાની શંકા આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં રેલવે ટ્રેક પર આજની તારીખમાં દારૃના અડ્ડા ધમધમી રહ્યા છે, રેલવે પોલીસની હદ હોવાથી શહેર પોલીસ અને રેલવે પોલીસની મીલી ભગતથી બુટલેગરોને મોકળું મેદાન મળી રહ્યું છે. ટ્રેનમાં દારૃની પેટીઓ લાવીને મણિનગર- ખોખરા રેલવે ટ્રેક રોકીને દારૃનો જથ્થો ઉતારી લેવામાં આવતો હોય છે.

More Stories:-


Post Your Comment