મંદિરમાંથી 200 લિટર દૂધ એકઠું કરીને સ્લમ વિસ્તારના બાળકોમાં વહેંચ્યું


મંદિરમાંથી 200 લિટર દૂધ એકઠું કરીને સ્લમ વિસ્તારના બાળકોમાં વહેંચ્યું

- વડોદરામાં મહિલાઓના એક ગ્રુપે અલગ રીતે શિવરાત્રી ઉજવી


વડોદરા, તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

વડોદરામાં  હર..હર...મહાદેવના જયઘોષ વચ્ચે શિવરાત્રીની ભક્તિભાવપૂર્વક થયેલી ઉજવણી વચ્ચે મહિલાઓનુ એક ગુ્રપ એવુ પણ હતુ જેણે ભોલેનાથની અલગ રીતે ભક્તિ કરી હતી.

મહિલાઓનુ આ ગુ્રપ સવાર 10 વાગ્યે શહેરના વાસણા રોડ  પર આવેલા રાણેશ્વર મહાદેવ ખાતે પહોંચ્યુ હતુ. જ્યાં તેમણે આજે શિવરાત્રી નિમિત્તે મંદિરમાં શિવજીને દૂધ ચઢાવવા માટે આવેલા ભાવિકોને દૂધ ગરીબ બાળકો માટે આપી દેવા વિનંતી કરી હતી.

આ રીતે તેમણે ૩ કલાકમાં 200 લીટર દૂધ એકઠુ કર્યુ હતુ અને બાદમાં વિશ્વામિત્રી તેમજ માંજલપુરના સ્લમ વિસ્તારમાં આ દૂધનુ બાળકોને બિસ્કીટ સાથે વિતરણ કર્યુ હતુ.

મહિલાઓના આ ગુ્રપ સાથે સંકળાયેલા પલ્લવીબેન શુક્લા કહે છે કે અમે ઈન્ડિયન લાયોનેસ સખી..ના નામથી છેલ્લા 8 વર્ષથી આ પ્રવૃત્તિ કરીએ છે. અમારા ગ્રુપમાં 24 મહિલાઓ છે.ભાવિકોને અમે દૂધ ચઢાવવાની ના નથી પાડતા પણ તેઓ દૂધનો થોડો હિસ્સો જ શિવલિંગ પર ચઢાવે અને બાકીનુ દૂધ અમને આપી દે તેવી વિનંતી કરીએ છે.મોટાભાગના શ્રધ્ધાળુઓ અમારી વાત માની લેતા હોય છે.ઘણા તો અમને વધારે દૂધ લેવા માટે પૈસા આપતા હોય છે.

મહિલાઓના આ ગ્રુપનુ કહેવુ છે કે અમારા પ્રયાસ પાછળનો હેતુ જાગૃતિ ફેલાવવાનો પણ છે.જેથી બીજી સેવાભાવી સંસ્થાઓ અને ભાવિકો પણ આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરી શકે.જેથી લાખો રૃપિયાનુ દૂધ વેડફાઈ જવાની જગ્યાએ જરૃરિયાતમંદો સુધી પહોંચી શકે.

More Stories:-


Post Your Comment