રાજપીપળા: અશક્ત અને માલિકો દ્વારા તરછોડાયેલી ગાયોની સેવા કરતો સેવક


રાજપીપળા: અશક્ત અને માલિકો દ્વારા તરછોડાયેલી ગાયોની સેવા કરતો સેવક

- આ ગૌરક્ષક પાસે એટલી આવક કે ફંડ પણ નથી

- ગૌરક્ષકને ગાય માટે સહાય મેળવવા ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે


રાજપીપળા, તા. 17 મે 2018, ગુરુવાર

સમગ્ર રાજયમાં થોડા સમય પહેલાં જ ગૌ શાળાના સહાયનો મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો હતો અને ગૌશાળાના સંચાલકોની વ્યાજબી માંગ સામે સરકાર ઝૂકી ગઈને સહાય આપવા પેકેજ જાહેર કર્યું ત્યારે નર્મદા જિલ્લાના નાનકડા તરસાલ ગામમાં રહેતો બાબુભાઈ તડવી નામનો ઈસમ છેલ્લા 10 વર્ષથી અત્યાર સુધી 26 જેટલી વૃદ્ધ અને અશક્ત ગાયોને પોતાના માલિકો દ્વારા તરછોડી દીધેલી ગાયોને આ વ્યક્તિ પોતાના ઘર આંગણે રાખે છે અને આ ગાયની સેવા કરે છે.

આ ગૌરક્ષક પાસે નથી એટલી આવક કે નથી ફંડ પણ. ગામના પ્રત્યે અપાર પ્રેમને લીધે આ વ્યક્તિ ગામ પર ગામ જઈને ઘાસના પૂડા કે 10થી 20 રૂપિયા કોઈ આપે. આ રીતે તે ગાયોનું લાલન-પાલન કરે છે. આ ઈસમના મનમાં માત્ર કતલખાને જતી ગાયોને બચાવવાની માત્ર લાગણી છે સાથે આર્થિક સ્થિતિ સારી ન હોવાનો રંજ પણ છે.

તરસાલ ગામમાં રહેતા નાના મકાનમાં રહેતા આ જીવદયા પ્રેમી છેલ્લા 10 વર્ષથી માત્ર ગાયોની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે ત્યારે એક બાજુ આ વ્યક્તિ પહેલા હાથે જીવદયા માટે ઝઝૂમી રહ્યા છે ત્યારે બીજી બાજુ ગૌશાળાના સંપાદકો માટે રાજા સરકાર દ્વારા પેકેજ જાહેર કર્યું છે ભારે ધોરણે નિસ્વાર્થ ભાવે ગાયની સેવા કરતાં આ ગૌરક્ષકને ગાય માટે સહાય મેળવવા ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે.

More Stories:-


Post Your Comment