ડભોઈ: તાલુકા પંચાયતની ચૂંટણી બિનહરીફ જાહેર થવાની ચર્ચા


ડભોઈ: તાલુકા પંચાયતની ચૂંટણી બિનહરીફ જાહેર થવાની ચર્ચા

- કોંગ્રેસની બહુમતી હોવાથી કોંગ્રેસના ઉમેદવારને પદ મળવાનું નક્કી


ડભોઈ, તા. 23 જૂન 2018 શનિવાર

ડભોઈ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની આવતીકાલે યોજાનાર છે. ચૂંટણી અંગે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે કોંગ્રેસમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખનું ફોર્મ ભરાયુ હતુ. પરંતુ અન્ય કોઈએ ઉમેદવારી ના નોંધાવતા તાલુકા પંચાયતની ચૂંટણી બિનહરીફ થશે તેવુ નક્કી છે.

ડભોઈ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને લઈને છેલ્લા 24 કલાકમાં અનેક સમીકરણો બદલાતા અને છેલ્લે ડભોઈ પાલિકામાં કોંગ્રેસ સામે કોંગ્રેસે જ બળવાખોરી કરી હતી.

તેમ ન થાય તે માટે છેવટે સ્થાનિક કોંગ્રેસની નેતાગીરીને પોતાના મનગમતાને સાઈડમાં ધકેલીને કોંગ્રેસમાં ઉથલપાથલ ના થાય તે માટે ધમપછાડા બાદ કોંગ્રેસમાંથી પ્રમુખ પદ માટે રેમંત બારોટ અને ઉપપ્રમુખ માટે મહિલા ઉમેદવાર મિનલબેન પટેલના ઉમેદવારી નોંધાવી હતી અને માત્ર આ બંને હોદ્દા માટે એક એક નામ આવતા આવતીકાલે યોજાનાર ચૂંટણી બિનહરીફ વાળી થશે તેવુ નિશ્ચિત મનાઈ રહ્યું છે.

આ બેઠકમાં કોંગ્રેસ પાસે 15 બેઠક ચાર ભાજપ અને એક આપની સભ્ય છે. જેથી કોંગ્રેસની બહુમતી હોવાથી કોંગ્રેસના ઉમેદવાર સામે આમેય કોઈએ દાવેદારી ન કરતા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે.

ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસ સામે બળવો કરીને બોર્ડ બનાવીને ઉપપ્રમુખ પદ મેળવનાર સલ્કીમ ઘાંચીએ અંગત કારણોસર જીલ્લા કલેક્ટરને રાજીનામુ આપી દેતા અને રાજીનામુ મંજૂર થતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.

કોંગ્રેસ સામે બાંયો ચઢાવીને ઉપપ્રમુખ પદ મેળવનાર સાનમ ઘાંચીનો રાજીનામુ આપતા પાલિકામાં કોંગ્રેસનો પહેલા બે જૂથની તિરાડ સાંધવા માટે આ પગલુ ભર્યુ હોવાનું કહેવાય રહ્યું છે.

More Stories:-


Post Your Comment