"મારી કિડની મારા ભાઈને આપી દેજો", ભાઈને જીવનદાન આપવા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા


- પાંચ દિવસ પહેલા કોલેજની હોસ્ટેલમાં આવી ગળે ફાંસો ખાધો

- રૂમમેટ આવતા ઘટનાની જાણ સંચાલકોને થઈ


વડોદરા. તા, 23 જૂન 2018 શનિવાર

વડોદરા શહેર નજીક આવેલી બાબરીયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને મૂળ વલસાડ જીલ્લાના પારડી તાલુકાના પોલક ગામે રહેતા નૈતિક ટંડેલે ખૂબ હૃદયદ્રાવક શબ્દોમાં અંતિમ ચિઠ્ઠી લખી જીવન ટૂંકાવ્યું હતું.

પોતાના ભાઈની કિડનીની બીમારીમાંથી છુટકારો અપાવવા પોતાની કિડની આપી દેવાની વાત તેને ચિઠ્ઠીમાં લખી અને હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

19 વર્ષીય નૈતિક દેવચંદ્ર ટંડેલ એન્જીનીયરીંગ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. 25 તારીખથી શરૂ થનારી કોલજ માટે તે પાંચ દિવસ પહેલાથી હોસ્ટેલ આવી ગયો હતો.

હોસ્ટેલમાં તે તેની રૂમમાં એકલો હતો. નૈતિકે તેના રૂમમેટ ને તે આવી ગયો હોવાનો મેઈલ પણ કર્યો હતો. પણ જ્યારે રૂમમેટ રૂમમાં આવ્યો ત્યારે નૈતિકનો મૃતદેહ પાંખ પર લટકેલો જોવા મળ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા નૈતિકે અંગ્રેજીમાં હૃદયદ્રાવક અંતિમ ચિઠ્ઠી લખી હતી.જેમાં તેને લખ્યું હતું.

"મારી મોત માટે કોઈ જવાબદાર નથી. બે વર્ષથી મારા ભાઈ કેનિસ ની કિડની ફેઈલ છે. તે બીમારી થી પીડાય છે. મારા મોત બાદ મારી કિડની મારા ભાઈ ને આપી દેજો"

પોતાના ભાઈને જીવનદાન આપવા માટે એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા આશાસ્પદ યુવાને આત્મહત્યા કરતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

નૈતિકનો ભાઈ કેનિસ છેલ્લા બે વર્ષથી કિડનીની બીમારીથી પીડાતો હતો અને હાલ તે ડાયાલીસીસ પર છે. ભાઈનો જીવ બચાવવા ભાઈએ જીવનનો ત્યાગ કરતા માતાપિતા પર આભ તૂટી પડ્યું હતું.

More Stories:-


Post Your Comment