લુણાવાડાની શાળા વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ ભરવાનું ભૂલી ગઇ


લુણાવાડાની શાળા વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ ભરવાનું ભૂલી ગઇ

- વિદ્યાર્થીના વાલી દ્વારા ઉચ્ચ કક્ષાએ કરાયેલી રજૂઆત


લુણાવાડા, તા. 12 માર્ચ, 2018, સોમવાર

લુણાવાડા શહેરની હાજી જી.યુ. પટેલ હાઇસ્કુલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ફોર્મ ન ભરવા અને બોર્ડની પરીક્ષાથી વંચિત રાખતા તેના પિતાએ વિદ્યાર્થી કોઇ અયોગ્ય પગલા ભરશે તો આચાર્ય અને વર્ગ શિક્ષકની જવાબદારી રહેશે તેમ જણાવી જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.

સુલ્તાન અ.ગફુર જમાલ (રહે.હીદાયત નગર)એ કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ હાજી.જી.યુ. હાઇસ્કુલમાં ધો.૧૨માં સામાન્ય પ્રવાહમાં પુત્ર જમાલ સુફિયાન સુલ્તાન રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતો હતો. તા.૭ના રોજ સુફિયાન શાળામાં બોર્ડની હોલ ટિકીટ લેવા માટે ગયો ત્યારે આચાર્યે અને કલાર્કે કહ્યું કે તારૃ ફોર્મ ભરાયું નથી.

બાદમાં જમાલ  સુલ્તાન અને તેમની પત્ની બંન્ને શાળામાં ગયા ત્યારે આચાર્યે કહ્યું કે તમારે કાળજી રાખવી જોઇએ  અમારી જવાબદારી નથી તેમજ વર્ગ શિક્ષકે પણ આચાર્યની  રૃબરૃ અયોગ્ય વર્તન કર્યુ હતું. આ અંગે આચાર્યને અરજી આપી જમાલ સુલ્તાનના પુત્રનું નામ કયા કારણોસર કમી કર્યુ તેની માહિતી માંગી પણ તેનો કોઇ જવાબ મળ્યો ન હતો.

આવા વર્તનને કારણે  આ વિદ્યાર્થી ઉંડા આઘાતમાં છે જેથી તે આત્મવિલોપન કરશે તો તેની સઘળી જવાબદારી આચાર્ય, વર્ગ શિક્ષકની રહેશે તેમ જણાવી વિદ્યાર્થીના પિતાએ જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે જમાલ સુલ્તાને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં જઇ રજૂઆત કરી અને પુત્ર સુફિયાસને લઇ ગાંધીનગર ગયા હતા, ત્યાં બોર્ડમાં ફોર્મ લેટ ફી સાથે ભરી ગાંધીનગર પરીક્ષા આપવી પડશે તેવું કહ્યું હતું.

More Stories:-


Post Your Comment