વડોદરાના રેડિયો શોખીન પાસે 50 રેડિયોનો અદ્વિતિય સંગ્રહ


વડોદરાના  રેડિયો શોખીન પાસે 50 રેડિયોનો અદ્વિતિય સંગ્રહ

- આજે સાતમો વિશ્વ રેડિયો દિવસ... જાણો રેડિયોના અનોખા કલેક્શન અંગે....


વડોદરા, તા.13. ફેબ્રુઆરી 2018 મંગળવાર

13 ફેબ્રુઆરી  વિશ્વભરમાં સાતમો રેડિયો દિવસ ઉજવાશે ત્યારે વડોદરાનાં સંગીત પ્રેમી ચાર દાયકાથી 50થી વધુ રેડિયોસેટ પર ભક્તિસંગીતથી માંડીને ફિલ્મી સંગીતની સરગમના સ્પર્શે વાર્ધક્યમાં ય મસ્ત ... મસ્ત યુવાનીની મ્હેંક લઈ રહ્યાં છે...!

હાલમાં, ૭૦ની વયે ગોત્રીમાં નિવૃત્ત જીવન ગાળી રહેલાં ભરતભાઈ શાહના પિતા પ્રાણલાલભાઈ શાહ સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાનાં સાટંબા ગામના નગર શેઠ હતા. ભરતશાહને ૫૫-૬૦ વર્ષ અગાઉ રેડિયો પરના મઝાના કાર્યક્રમો સંભાળીને એ ઇન્ટેલિજન્ટ એન્ટરટેઈનિંગ બોક્સ સાથે પ્રેમ થઈ ગયો. તે એટલો પાકટ નિવડયો કે યુવાન વયે મુંબઈ અને વડોદરામાં ડાયમંડ અને કાપડનાં વ્યવસાયમાં જે કમાણી થતી એનો થોડો હિસ્સો વિવિધ કંપનીના રેડિયો સેટ ખરીદવામાં ખર્ચતા થયા.

ભરતભાઈ પાસે આજે મરફી, બુશ, ફિલિપ્સ, ઈકો, ટેલિસ્કા, અને એચ.એમ.વી. કંપનીના કુલ૫૦ થી વધુ રેડિયોસેટ છે. જેમાના ૪૦ મોટ, રેડિયો વાલ્વવાળા છે. જ્યારે દસેક રેડિયો ટ્રાન્ઝિસ્ટર છે.

તેઓ ગઈ સદીના ૫૦નાં દાયકને યાદ કરતા કહે છે. ગામડા ગામમાં અને શહેરોનાં મહોલ્લાઓમાં પણ એકાદ બે રેડિયોસેટ હોય રાત્રે સેંકડો સંગીત રસિયાઓ એના પર કાસ તો રેડિયો સિલોન પરથી આવતી બીનાકા ગીતમાલા સાંભળવા માટે કીડીયારાજા જેમ ઉમટી પડે છે.

ભરતભાઈ એમના રેડિયો લઈને જ્યાં બેસે ત્યાં આપમેળે સંગીતની મહેફિલ યોજાઈ જતી આ સંગીતની ધારા મામસને એના અનેક વિધ ટેન્શનમાં રાહત પૂરા પાડે છે. એના પ્રેરક શબ્દોવાળા ગીતો જીવવાનું નવું જોમ બક્ષે છે. ઈ.સ. ૧૯૨૦માં રેડિયો શોધાયો પછી એ ખૂબ ઝડપભેર લોકપ્રિય થઈ ગયો, એનું કારણ પણ એના લોકોને રસ પડે એવા જીવનલક્ષી કાર્યક્રમોનું પ્રસારણ જ એમ તેઓ ઉમેરે છે.

ગઈકાલનાં ફિલ્મી ગીતોમાં શબ્દો અને સૂરોની જુગલબંધીથી જામતી મીઠાશ હજારો ભાવિકોને આજના ગાયનોના શબ્દો જ સમજાતા નથી. એવી ફરિયાદ તેઓ કરે છે. મહંમદ રફી એમના પ્રિય ગાયક જ્યારે નૌશાદ પ્રિય સંગીતકાર છે.

તમામ 50 રેડિયોસેટ આજે પણ વર્કિંગ

શહેરના અજોડ રેડિયો કલેકટર ભરત શાહ પાસે નવા-જૂના, નાના મોટા ૫૦થી રેડિયોસેટ છે, એક ફીચર આ બધા રેડિયોને એક સમાનપણે લાગુ પડે છે અને તે એ કે એમનો એકે એક રેડિયો આજે પણ કાર્યક્ષમ અને કાર્યરત છે. કોઇપણ રેડિયો ઓન કરો એટલે સમાચારથી માંડી સંગીત સુધીની તમારી મનયાહી ફરમાઇશ સાંભળવા મળે.

More Stories:-


Post Your Comment