વડોદરાની વિદ્યાર્થિનીને સેકન્ડ બેસ્ટ NCC કેડેટનો નેશનલ એવોર્ડ


વડોદરાની વિદ્યાર્થિનીને સેકન્ડ બેસ્ટ NCC કેડેટનો નેશનલ  એવોર્ડ

- દિલ્હીમાં NCC કેડેટ્સની કોમ્પિટિશન યોજાઈ હતી


વડોદરા, તા.14.ફેબ્રુઆરી 2018, બુધવાર

દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી NCC  કેડેટ્સની કોમ્પિટિશનમાં વડોદરાની 9મા ધોરણની વિદ્યાર્થિની મુસ્કાન શર્માને સેકન્ડ બેસ્ટ કેડેટનો એવોર્ડ મળ્યો છે.

દેશભરના એનસીસી યુનિટ્સમાંથી 2000 કેડેટ્સે આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. ગુજરાતમાંથી જે 9 કેડેટ્સ દિલ્હીની સ્પર્ધા માટે પસંદ થયા હતા. તેમાં શહેરના પ્રિયલક્ષ્મી મીલ ખાતે રહેતી અને અલકાપુરીની બરોડા હાઈસ્કૂલમાં ધો ૯માં ભણતી મુસ્કાન શર્માનો પણ સમાવેશ થયો હતો.

મુસ્કાનને એનસીસી નેવીની જુનિયર વિંગમાં સેકેન્ડ બેસ્ટ કેડેટનો એવોર્ડ મળ્યો છે.એ પછી તેને પ્રાઈમ મિનિસ્ટર હાઉસની મુલાકાતનુ સન્માન પણ મળ્યુ હતુ.

મુસ્કાન આગળ અભ્યાસ કરીને ઈન્ડિયન નેવીમાં જોડાવા માંગે છે. તે કહે છે કે  NCCનુ સૂત્ર જ યુનિટી અને ડિસિપ્લિન છે અને તેની જ આજે દેશને સૌથી વધારે જરૃર છે. ગર્લ્સે કોઈ પણ ક્ષેત્રમાં ઝુકાવતા ડરવુ જોઈએ નહી. આત્મવિશ્વાસ બુલંદ રાખીને પડકારોનો સામનો કરવો જોઈએ.

તેનુ એમ પણ કહેવુ છે કે ભારતના સુરક્ષા દળો પાસ વારંવાર થતા આતંકવાદી હુમલાના જવાબરૃપે પાકિસ્તાનને જવાબ આપવાની ક્ષમતા છે.

More Stories:-


Post Your Comment