અમદાવાદમાં યોજાયેલી સાયક્લોથોનમાં વડોદરાની મહિલાઓનો દબદબો


અમદાવાદમાં યોજાયેલી સાયક્લોથોનમાં વડોદરાની મહિલાઓનો દબદબો

- અન્ડર 40 અને એબોવ 40 કેટેગરીમાં વડોદરાની 3 સાયકલિસ્ટ્સ ટોપ થ્રીમાં


વડોદરા, તા. 13 ફેબ્રુઆરી 2018 મંગળવાર

અમદાવાદમાં યોજાયેલી 50 કિલોમીટરની સાયક્લોથોનમાં પણ વડોદરાની મહિલાઓનો દબદબો જોવા મળ્યો હતો.

૫૦ કિલોમીટરની આ રેસમાં અન્ડર ૪૦ અને એબોવ ૪૦ એમ બે કેટેગરીમાં સેંકડો સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ પૈકી એબોવ ૪૦ એટલે કે ૪૦ વર્ષથી વધુ વયજૂથની મહિલા સ્પર્ધકોમાં વડોદરાના સાયકલિસ્ટ મોનિકા જોષીએ પહેલો ક્રમ મેળવ્યો હતો.જ્યારે આ જ કેટેગરીમાં જાગૃતિ રાઠોડ ત્રીજા ક્રમે રહ્યા હતા.

આ સીવાય ૪૦ વર્ષથી નીચેના વયજૂથના સ્પર્ધોકની કેટેગરીમાં જરૃલ વોરા ત્રીજા ક્રમે રહ્યા હતા.મૂળે વડોદરાના અને હવે અમદાવાદમાં સ્થાયી થયેલા અર્પિતા પંડયાએ બીજો ક્રમ મેળવ્યો હતો.

એ પહેલા શનિવારે વ્યક્તિગત ટાઈમ ટ્રાયલ નામની સ્પર્ધા યોજાઈ હતી.જેમાં સ્પર્ધકે ઓછામાં ઓછા સમયમાં ૧૦ કિલોમીટર સાયકલ ચલાવવાની હતી.જેમાં પણ મોનિકાબેને ૨૦.૦૭ મિનિટમાં ૧૦ કિલોમીટર સાયકલ ચલાવીને બીજો ક્રમ મેળવ્યો હતો.

આ મહિલાઓ વડોદરાની સાયકલ ક્લબ સાથે સંકળાયેલી છે.તેમણે શોખથી અને ફિટનેસને ધ્યાનમાં રાખીને સાયકલિંગની શરૂઆત કરી હતી. આજે તેઓ અલગ અલગ સાયકલિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લે છે.

More Stories:-


Post Your Comment