વલ્લભભાઇ પર થયેલ હુમલામાં કણબીવાડના બે જવાનો શહિદ થયા હતા


વલ્લભભાઇ પર થયેલ હુમલામાં કણબીવાડના બે જવાનો શહિદ થયા હતા

- ખારગેટના ચોકમાં સરદાર

- સરદાર યુવા મંડળ દ્વારા શહિદ જવાનોને પુષ્પાંજલી અર્પણ કરાઇ


ભાવનગર, તા.15 મે, 2018, મંગળવાર

વર્ષ ૧૯૩૯ સરદાર વલ્લભભાઇ પટેલ ભાવનગરના અધિવેશનમાં હાજરી આપવા આવેલ જ્યારે ખારગેટમાં થયેલ હિચકારો હુમલો થતા જે બે યુવાનોએ સરદારને બચાવવા કણબીવાડના આ યુવાનો ઢાલ બની શહિદી વ્હોરી હતી જે ઘટનાને યાદ કરી સરદાર યુવા મંડળ દ્વારા આ બંને શહિદોને પુષ્પાંજલી અર્પી હતી.

ભાવનગર ખાતે તા.૧૪-૧૫ મે ૧૯૩૯ના રોજ અધિવેશન હોય આથી આ અધિવેશનના અધ્યક્ષ સરદાર વલ્લભભાઇ પટેલ હતા આથી તા.૧૪-૫-૧૯૩૯ના રોજ રેલ્વે સ્ટેશનથી ભવ્ય શાહી સન્માન સાથે ખુલ્લી જીપમાં સરદાર વલ્લભભાઇ પટેલને સરઘસ રૃપે લાવતા હતા પરંતુ ખારગેઇટ ચોક ખાતે સરઘસ પહોંચતા સરદાર પટેલ ઉપર તલવારો સાથેનું ટોળુ હુમલો કરવા તુટ પડવા નીકળી પડયુ

પણ કણબીવાડના બે યુવાનો બચુભાઇ પટેલ અને જાદવજીભાઇ મોદી આ બંને યુવાનો જીપમાં ચડી ગયા અને સરદાર પટેલની ઉપર ઢાલ બની ગયા. તલવારોના ઘા અને આ બંને યુવાનોએ જીલી લીધા અને ખારગેઇટ ચોક ખાતે બંને યુવાનો શહીદ થયા આજે ત્યા બચુભાઇ પટેલની પ્રતીમા આવેલી છે આથી સરદાર યુવા મંડળ-ભાવનગર દ્વારા બંને શહિદોને યાદ કરીને ફુલહાર કરીને શ્રધ્ધાંજલી પુષ્પાંજલી અર્પી હતી.

More Stories:-


Post Your Comment