ધોલેરામાં ૪ દિવસીય કચ્છી માલધારીઓએ યોજયો ઊં ટ મેળો


ધોલેરામાં  ૪ દિવસીય કચ્છી માલધારીઓએ યોજયો ઊં ટ મેળો

- કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવન દ્વારા કરાયું આયોજન


ભુજ, તા. 12 માર્ચ 2018, સોમવાર

ધોલેરામાં ઊંટપાલન સાથે સંકળાયેલા ફકીરાણી જત સમુદાય દ્વારા કોમી એકતાના પ્રતિકસમાન હુસેનપીરની દરગાહ પર ૪ દિવસીય ઊંટ મેળાનું આયોજન કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવન દ્વારાકરવામાં આવ્યું હતું.

૪૦૦ વર્ષ પહેલા કચ્છમાંથી ફકીરાણી જત સમુદાત ચરિયાણ વિસ્તારની શોધમાં ગુજરાતના ભાવનગર,ભરૃચ, અમદાવાદ અને આણંદના દરીયાકીનારામાં ઊંટો સાથે સૃથાયી થયેલા જે આજે પણ સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે. ત્યારે આ મેળામાં સમુદાયના ધર્મગુરૃ રહીશ આગાખાને માલધારીઓને પૌરાણીક રીવાજો ત્યજી અને ઊંટડીના દુધનો વેચાણ કરવા મંજુરી આપી હતી પણ ઊંટડીનું વેચાણ નહીં કરવા જણાવ્યું હતું.દરગાહ પર ૯૦૦ ખારાઈ ઊંટ અને ૨૦૦ જત સમુદાયના લોકો મેળામાં જોડાયા હતા. આ પ્રસંગે વિવિધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઊંટ કતરાઈ,ખરાઈ નર સુંદરતા, માદા સુંદરતા અને દુધની સ્પર્ધા યોજાઈ હતી. રાત્રે સુફી સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કચ્છ સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારી અને અન્ય કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

More Stories:-


Post Your Comment