ત્રણ વર્ષમાં દેશમાં દૂધના ઉત્પાદનમાં થયેલો ૨૦ ટકાનો નોંધપાત્ર વધારો


ત્રણ વર્ષમાં દેશમાં દૂધના ઉત્પાદનમાં થયેલો ૨૦ ટકાનો નોંધપાત્ર વધારો

- ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ


- વર્ષ ૨૦૧૭માં ૧૬.૫૪ કરોડ ટન દૂધનું ઉત્પાદન થયું

નવી દિલ્હી, તા. 12 માર્ચ 2018, સોમવાર

કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહે એક વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાં દુધના ઉત્પાદનમાં ૨૦ ટકાનો વધારો થયો છે. તેમજ ભારત વિશ્વનો સૌથી મોટો દુધ ઉત્પાદક દેશ છે.

વર્ષ ૨૦૧૪ માં દેશમાં દુધનુ ઉત્પાદન ૧૧૩.૭૭ કરોડ ટન હતુ જે ૨૦૧૭ માં વધીને ૧૬.૫૪ કરોડ ટન થયુ  છે. તેમજ દેશમાં પ્રતિ વ્યક્તિ દીઠ દુધની ઉપલબ્ધતા પણ ૧૫.૬ ટકા વધી છે.

 દુધની ઉપલબ્ધતા વર્ષ ૨૦૧૩-૧૪ માં ૩૦૭ ગ્રામ પ્રતિ દિન હતી તે વધીને ૨૦૧૬-૧૭માં ૩૫૫ ગ્રામ પ્રતિ વ્યક્તિ પ્રતિદિન થઈ ગઈ  છે.

કૃષિ મંત્રીએ જણાવ્યુ હતુ કે ભારતે છેલ્લા ૨૦ વર્ષથી દુનિયામાં સૌથી વધુ દુધનુ ઉત્પાદન કરનાર દેશ તરીકે પોતાનુ સ્થાન જાળવી રાખ્યુ છે.

 તેમણે જણાવ્યુ હતુ કે આ સિધ્ધિ મેળવવા માટે શઘઇૈં જેવી સંશોધન સંસ્થાઓનો ફાળો રહેલ છે. સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને યુવાનોને રોજગારી અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સરકાર દ્વારા ડેરી પ્રોસેસિંગ ફંડ અને પશુપાલન ક્ષેત્રની પ્રાથમિક જરૃરિયાતો પૂર્ણ કરવા માટે રૃ.૨૪૫૦ કરોડના ફંડ માંથી છલ્લૈંઘખ ની રચના કરી છે.

તેમણે જણાવ્યુ હતુ કે સરકારે દેશી જાતોનુ સંરક્ષણ કરવા માટે અને વિકાસ માટે રાષ્ટ્રીય ગોકુલ મિશનનો આરંભ કર્યો છે.

More Stories:-


Post Your Comment