હિન્દુજા બ્રધર્સ પાસેથી બ્રિટનના સૌથી મોટા ધનપતિ હોવાનો તાજ છિનવાયો


હિન્દુજા બ્રધર્સ પાસેથી બ્રિટનના સૌથી મોટા ધનપતિ હોવાનો તાજ છિનવાયો

- રેટક્લિફ ૨૧.૦૫ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે


- બ્રિટનના સંડે ટાઇમ્સે ધનાઠયોની યાદી જાહેર કરી, જેમાં એક હજાર ધનપતિઓમાંથી ભારતીય મૂળના ૪૭ લોકોએ સ્થાન મેળવ્યું

લંડન,  તા. 14 મે 2018, સોમવાર

બ્રિટનના સૌથી અમીર લોકોમાં સામેલ હિન્દુજા બ્રધર્સ પાસેથી આ વર્ષે નંબર વનનો તાજ છીનવાયો હતો. બ્રિટનના સૌથી અમીર લોકોની યાદીમાં ભારતમાં જન્મેલા હિન્દુજા બ્રધર્સ બીજા નંબર પર આવી ગયા હતા. કેમિકલ સેક્ટરના વેપારી જિમ રૈટક્લિફ બ્રિટનના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

 બ્રિટનના ન્યૂઝપેપર સંડે ટાઉમ્સે બ્રિટનના સૌથી ધનવાન વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં રેટક્લિફ ૨૧.૦૫ અબજ પાઉન્ડની  સંપત્તિ સાથે પ્રથમ નંબર પર પહોંચી ગયા છે. જ્યારે શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજા ૨૦.૬૪ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે બીજા નંબર પર રહ્યા હતા. આ લિસ્ટમાં એક હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા છે જેમાં ૪૭ લોકો મૂળ ભારતીય છે.

 લિસ્ટ તૈયાર કરનારા રોબર્ટ વાટ્સે કહ્યું કે, બ્રિટન બદલાઇ રહ્યું છે. હવે એ દિવસ નથી રહ્યા જ્યારે ગણતરીના બિઝનેસમેનો જ આ લિસ્ટમાં સામેલ થતા હતા. તેમણે કહ્યું કે, વારસામાં મળેલી કરોડોની સંપત્તિના બદલે પોતાના દમ પર સંપત્તિ એકઠી કરનારા લોકો આ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.

 રૈટક્લિફ એક સાધારણ પરિવાર સાથે સંબંધ રાખે છે. તેમણે કેમિકલ કંપની આઇનિયોસની શરૃઆત કરી. છેલ્લા વર્ષની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં તેઓ ૧૮મા સ્થાન પર હતા પરંતુ આ વર્ષે તેમની સંપત્તિમાં ૧૫.૩ અબજ પાઉન્ડનો વધારો થયો છે અને પ્રથમ સ્થાન પર પહોંચી ગયા છે. હિન્દુજા બ્રધર્સના માલિક શ્રીચંદ હિન્દુજા અને ગોપીચંદ હિન્દુજા છે. તેમના આ ગ્રુપની શરૃઆત પરમાનંદ દીપચંદ હિન્દુજાએ ૧૯૧૪માં કરી હતી. ભારતમાં ગ્રુપની શરૃઆત કર્યા બાદ તેમણે ઇરાન, બ્રિટન સહીતના દેશોમાં પોતાનો કારોબાર ફેલાવ્યો હતો.

More Stories:-


Post Your Comment