અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'ના સેટ પર ભયંકર આગ ફાટી નીકળી


અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી'ના સેટ પર ભયંકર આગ ફાટી નીકળી

- નિર્માતાઓને અંદાજે રૃા. ૮ કરોડનું નુકસાન થયાની શક્યતા


મુંબઇ,તા. ૧૫ મે 2018, મંગળવાર

અક્ષય કુમારની ફિલ્મ કેસરીના સેટ પર ભભયંકર આગ ફાટી નીકળી હતી. પરિણામે નિર્માતાઓને રૃા. ૮ કરોડની નીકસાની થવાની શક્યતા છે. જોકે સદભાગ્યે કોઇ જાનહાની થઇ નથી.

ફિલ્મમાં એક ફટાકડા ફોડતા હોવાના દ્રશ્યનું ફિલ્માંકન કરવાનું હતું. આ શૂટિંગ દરમિયાન અચાનક જ સેટ પર આગ લાગી હતી. આગની જ્વાળોની લપેટમાં સંપૂર્ણ સેટ આવી ગયો હતો. સેટ પર રાખેલા શૂટિંગના  અદ્યતન સાધનો પણ બળીને રાખ થઇ ગયા હતા. ફિલ્મના નિર્માતાએ શૂટિંગ શરૃ થતા પહેલા જ પોલિસી લીધી હોવાથી ઇન્સ્યુરન્સ કંપનીએ ઘટના સૃથળનો સર્વે કરીને રિપોર્ટ બનાવ્યો હતો. વીમાકંપનીના પેપર વર્ક પુરુ થતાં જ નિર્માતાઓને નુકસાન ભરપાઇ કરવામાં આવશે. તેમ સૂત્રે જણાવ્યું હતું.

આ સેટ પર દસ દિવસ શૂટિંગ કરવાનું હતું જે હવે અટકી ગયું છે.

More Stories:-


Post Your Comment