ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના સેટ ઉપર બીગ બીની તબિયત લથડી


ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના સેટ ઉપર બીગ બીની તબિયત લથડી

- મહેનત વગર કંઈ નથી મળતુ- અમિતાભ બચ્ચન

- તાત્કાલિક લવાયા મુંબઈ, કોકિલાબહેન હોસ્પિટલમાં સારવાર


મુંબઈ, તા. 13 માર્ચ 2018, મંગળવા

અમિતાભ બચ્ચનની તબિયત આજે સવારે અચાનક લથડી છે. જોધપુરમાં ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના સેટ ઉપર તેઓ સવારના ચાર વાગ્યા સુધી સતત શુંટીગ કરી રહ્યા હતા પરંતુ આખરે શરીરે સાથ ન અપાત તેમને મુંબઈ લાવવામાં આવ્યા છે.

બોલિવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત નાદુસ્ત થઈ છે. આજે સવારે ચાર વાગ્યે  ફિલ્મનું શુટિંગ બાદ તેણે પોતાના બ્લોગમાં નાદુરસ્ત તબિયત અંગે જાણકારી આપી હતી. અમિતાભ બચ્ચન જોધપુરમાં ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનનું શુટિંગ કરી રહ્યા છે. શુટિંગ દરમ્યાન તેમને અચાનક પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. ત્યારે તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમને વિશેષ વિમાન મારફતે જોધપુરથી મુંબઈ લઈ જવા રવાના કરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા અમિતાભ બચ્ચનની તપાસ મુંબઈના કોકિલાબહેન હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યુ કે સવારે પાંચ વાગ્યે એક નવી સવારની શરૂઆત થઈ.. કેટલાક લોકો જીવવા માટે કામ કરે છે  તો કેટલાક લોકો મહેનત કરે છે, જે કઠોર છે. મુશ્કેલી વગર કંઈ મેળવી શકાતુ નથી, ઘણો સંઘર્ષ, નિરાશા અને દુખ થાય છે. ત્યારે આપણી બધાની આશા પૂર્ણ થાય છે.

ઉલ્લેખનીય છે કે અમિતાભ ઘણા વર્ષોથી લિવરની બિમારીથી પીડાય છે. તેમના પેટમાં ઘણી વખત અસહ્ય પીડા થાય છે. તેઓ ઘણી વખત જણાવી ચુક્યા છે કે તેમનું લીવર ફક્ત 25 ટકા જેટલું જ કામ કરે છે.

આજે સવારે ચાર વાગ્યે  ફિલ્મનું શુટિંગ બાદ તેણે પોતાના બ્લોગમાં નાદુરસ્ત તબિયત અંગે જાણકારી આપી હતી.  તેમણે બ્લોગમાં વધુમાં લખ્યુ કે, સવારે ડોક્ટર્સની ટીમને મારી તપાસ માટે બોલાવીશ અને તેઓ મને ફરિવાર સેટ કરી આપશે.. હું આરામ કરીશ અને આગળ શુ થશે તે અંગે તમને સૂચના આપતો રહીશ.

More Stories:-


Post Your Comment