કીક ટુમાં જેક્લીન નહીં, એમી જેક્સન હશે


કીક ટુમાં જેક્લીન નહીં, એમી જેક્સન હશે

-ઓરિજિનલ ફિલ્મમાં જેક્લીન ફરનાન્ડિસ હતી

-સાજિદ નડિયાદવાલાની ૨૦૧૪ની હિટ ફિલ્મ હતી


મુંબઇ તા.૧૪

 ફિલ્મ સર્જક સાજિદ નડિયાદવાલાની ૨૦૧૪ની હિટ ફિલ્મ કીકની સિક્વલમાં ઓરિજિનલ ફિલ્મની હીરોઇન જેક્લીન ફરનાન્ડિસ નહીં હોય એવી માહિતી મળી હતી.

ઓરિજિનલ ફિલ્મ હિટ નીવડી હતી અને ત્યારબાદ જેક્લીનની કારકિર્દીને પણ સારો  વેગ મળ્યો હતો. હાલ એને સલમાન ખાને રમેશ તૌરાનીની રેસ થ્રીમાં લેવડાવી છે. રેમો ડિસોઝા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

કીક ટુની જાહેરતા થઇ ત્યારે સ્વાભાવિક રીતેજ એવી વાતો વહેતી થઇ હતી કે સલમાનની સાથેાસાથ જેક્લીન આ ફિલ્મમાં રિપિટ થશે. પરંતુ સાજિદે કે સલમાને કશો ખુલાસો કર્યો નહોતો.

આ સંદર્ભમાં લેટેસ્ટ માહિતી મુજબ સલમાને કીક ટુમાં એમી જેક્સનને લેવાની ભલામણ કરી હતી જે સાજિદ નડિયાદવાલાએ સ્વીકારી લીધી હતી. એટલે કે જેક્લીન સિક્વલમાં નહીં હોય. એમીએ તાજેતરમાં સાઉથના મેગાસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર સાથે સાયન્સ ફિક્શન ફિલ્મ ૨.૦ પૂરી કરી હતી. આ ફિલ્મમાં એણે રોબોટનો રોલ કર્યો હોવનું જાણવા મળ્યું હતું. એમીએ સાઉથની ફિલ્મો દ્વારા અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું અને હવે એને સલમાન ખાન સાથેની મોટી ફિલ્મ મળી છે. કીક ટુ સાથે સંકળાયેલા લોકો કહે છે કે એમી આ રોલ માટે બેસ્ટ રહેશે.

More Stories:-


Post Your Comment