ચંડીગઢમાં અર્જુન પતિયાલા શરૃ થઇ


ચંડીગઢમાં અર્જુન પતિયાલા શરૃ થઇ

-આજથી ફિલ્મ ફ્લોર પર ગઇ

-કૃતિ સનોન મુખ્ય રોલ કરી રહી છે


ચંડીગઢ/ મુંબઇ તા.૧૪

 કૃતિ સનોનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ અર્જુન પતિયાલા આજથી ચંડીગઢમાં ફ્લોર પર ગઇ હોવાનું જાણવા મળ્યું હતું.

કૃતિએ મંગળવારે પોતાના સહકલાકાર અને હીરો વરુણ શર્મા સાથેનો ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર મૂક્યો હતો અને લખ્યુ ંહતું કે આવતી કાલથી અમે ફ્લોર પર જઇ રહ્યાં છીએ. એન્ડ ધ જર્ની બિગીન્સ... વરુણ શર્મા એન્ડ દિલજિત દોસાંઝ... અર્જુન પતિયાલા ગોઝ ઓન ધ ફ્લોર... કૃતિએ લખ્યું હતું. આ ફિલ્મમાં દિલજિત એક નાનકડા નગરના યુવાનનો અને કૃતિ એક પત્રકારનો રોલ કરી રહ્યાં છે.

દિનેશ વિજન અને ટી સિરિઝના ભૂષણ કુમાર નિર્મિત આ ફિલ્મ ચાલુ વર્ષના સપ્ટેંબરની ૧૩મીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે. આ એક કોમેડી ફિલ્મ છે એવી માહિતી પણ આપવામાં આવી હતી.

More Stories:-


Post Your Comment