બહુચર્ચિત પ્રિયા પ્રકાશના ગીત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ


બહુચર્ચિત પ્રિયા પ્રકાશના ગીત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

- મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

- ગીતના બોલમાં વપરાયેલ અમુક શબ્દો આપત્તિજનક


મુંબઈ, તા. 14 ફેબ્રુઆરી 2018 બુધવાર

પ્રિયા પ્રકાશના ગીત વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવાયો છે.

મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર એક વીડિયોના કારણે રાતોરાત વાયરલ થઈ ગઈ છે. તેમની પ્રસિદ્ધિ અત્યારે સાતમા આસમાને છે. હવે આ ગીતને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. ગીતના બોલમાં વપરાયેલ અમુક શબ્દો પર વિરોધ નોંધાઈ રહ્યો છે.

આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા મુસ્લિમ કોમ્યુનિટીના કેટલાક લોકોએ ફરિયાદ નોંધાવી છે. જોકે આ ફરિયાદ પ્રિયા પ્રકાશ વિરુદ્ધ નહીં પરંતુ તેમના ગીત વિરુદ્ધ નોંધાઈ છે. હૈદરાબાદના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ વિશે પોલીસે તપાસ હાથ ધરી છે.

More Stories:-


Post Your Comment