દીપિકા પદુકોણ અને કંગના રનૌત બોલીવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓ


દીપિકા પદુકોણ અને કંગના રનૌત બોલીવૂડની સૌથી વધુ  કમાણી કરતી અભિનેત્રીઓ

- એક ટ્રેડ સોર્સ અનુસાર અભિનેત્રીઓના મહેનતાણાનો અંદાજ


મુંબઇ,તા.૧૨ માર્ચ 2018, સોમવાર

બોલીવૂડમાં સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાં દીપિક પદુકોણ અને કંગના રનૌતનું નામ મોખરે છે. એક ટ્રેડ સોર્સના અનુસાર અભિનેત્રીઓના મહેનતાણાનો અંદાજ બાંધવામાં આવ્યો છે.

દીપિકા પદુકોણ દર ફિલ્મ દીઠ રૃા. ૧૨ થી ૧૪ કરોડ ચાર્જ કરે છે.જ્યારે કંગના રનૌત પણ આટલી જ ફી વસૂલે છે. આ બાદ પ્રિયંકાચોપરા રૃા. ૧૦ થી ૧૨ કરોડ,કરીના કપૂર ખાન રૃા. ૯ થી ૧૦ કરોડ, અનુષ્કા શર્મા રૃા. ૮ કરોડ, આલિયા ભટ્ટરૃા. ૭ કરોડ, કેટરિના કૈફ રૃા. ૭ કરોડ, શ્રદ્ધા કપૂર રૃા. ૪ થી પાંચ કરોડ, સોનાક્ષી સિંહા રૃા. ચાર થી પાંચ કરોડ, વાણી કપૂર રૃા. એક કરોડ જેટલું મહેનતાણું લે છે.

અધધધ ફી વસૂલતી અભિનેત્રીઓ છતાં પણ તેમને અભિનેતાઓ કરતા ઓછા મહેનતાણા મળતા હોવાની ફરિયાદ કરતી હોય છે.
 

More Stories:-


Post Your Comment