સારાની ફિલ્મ અટકી છે, જાહ્નવીની આગળ વધે છે

-બંનેએ અભિનય કારકિર્દી સાથે શરૃ કરેલી

-કેદારનાથના સર્જકો વચ્ચે ઝઘડો ચાલે છે


સારાની ફિલ્મ અટકી છે, જાહ્નવીની આગળ વધે છે

મુંબઇ તા.૧૪

 વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી અમૃતા સિંઘ અને સૈફ અલી ખાનની પુત્રી સારાની પહેલી ફિલ્મ કેદારનાથ ફરી એકવાર વિલંબમાં પડી હોવાની માહિતી મળી હતી.

અગાઉ આ ફિલ્મને કેદારનાથ વિસ્તારના પ્રતિકૂળ હવામાને અટકાવી હતી. હવે મળતી માહિતી મુજબ ફિલ્મના પ્રોડયુસર્સ પ્રેરણા અરોરા અને ક્રીઅર્જ એન્ટરટેઇનમેન્ટના અર્જુન એન કપૂર સાથે ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂરનો ઝઘડો ચાલી રહ્યો છે અને હવે આ ઝઘડો કોર્ટમાં પહોંચ્યો છે એટલે સ્વાભાવિક રીતેજ ફિલ્મ વિલંબમાં પડી જવાની છે.

બીજી બાજુ સિનિયર ફિલ્મ સર્જક બોની કપૂર અને વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરની પહેલી ફિલ્મ કરણ જોહરની ધડકનું શૂટિંગ સમયસર ચાલી રહ્યું છે.

યોગાનુયોગ એવો છે કે જાહ્નવી અને સારા અલી ખાન બંનેએ અભિનય કારકિર્દી એક સાથે શરૃ કરી હતી પરંતુ સારાને પહેલીજ ફિલ્મમાં વિઘ્નો નડી રહ્યા છે. આ દિશામાં રસપ્રદ વાત એ છે કે ધડકના સર્જક કરણ જોહરે સારા અલી ખાનને પોતાની ફિલ્મમાં તક આપવાની ઑફર કરી હતી જે સૈફ અલી ખાને કરીના કપૂરના આગ્રહ છતાં સ્વીકારી નહોતી. હવે કરણની ફિલ્મ સડસડાટ આગળ ચાલી છે અને કેદારનાથ અધવચ અટકી પડી છે.

More Stories:-


Post Your Comment