દયાબહેન ઊંધા ચશ્મા છોડી દેવા માગે છે ?


દયાબહેન ઊંધા ચશ્મા છોડી દેવા માગે છે ?

-તારક મહેતા કા ઊંધા ચશ્મા ફિક્કા પડી જશે

-જો કે સર્જકો દિશાને સમજાવી રહ્યા છે


મુંબઇ તા.૧૩

ટીવી સિરિયલ તારક મહેતા કા ઊલટા ચશ્મામાં હે મા માતાજી જેવા ઉદ્ગારો અને ખડખડાટ હાસ્યથી જાણીતા દયા બહેન ઉર્ફે અભિનેત્રી દિશા વાકાણી આ સિરિયલ છોડી દેવા માગે છે એેવી માહિતી મળી હતી.

આ સમાચાર પ્રગટ કરનારા અખબારને પ્રોડયુસર આસિત કુમાર મોદીએ સમાચારને રદિયો આપતાં કહ્યું કે હજુ દિશાની નવજાત બાળકી ખૂબ નાની છે અને અમારું શૂટિંગ શિડયુલ ખૂબ ટાઇટ હોય છેે એટલે દિશાએ રજા લંબાવવાની વિનંતી કરી હતી. બાકી એ આ સિરિયલ છોડવાની નથી.

દેખીતી રીતેજ સિરિયલ સર્જકો કોઇ પણ ભોગે દિશાને જવા દેવા માગતા નથી કારણ કે એનો અભિનય દર્શકોને જકડી રાખનારો છે. ૨૦૧૬માં દિશાએ મયૂર પડિયા નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે લગ્ન કર્યાં હતાં અને હાલ એક પુત્રીની માતા છે. એ આ સિરિયલ છોડી દેવા માગે છે એવા સમાચાર એક અંગ્રેજી દૈનિકે પ્રગટ કર્યા હતા જેને આસિત કુમાર મોદીએે રદિયો આપ્યો હતો. પરંતુ જાણકાર સૂત્રો આ માહિતીને વળગી રહ્યા છે અને દિશા વાકાણી આ સિરિયલ છોડી દેશે એવું દ્રઢપણે કહે છે. એના સ્થાને અન્ય અભિનેત્રી (જિયા માણેક ) આવશે એવી પણ વાત છે.

More Stories:-


Post Your Comment