ફેશન ડિઝાઇનર સવ્યસાચીએ મધપૂડો છંછેડયો


ફેશન ડિઝાઇનર સવ્યસાચીએ મધપૂડો છંછેડયો

-આપણી મહિલાઓને સાડી પહેરતાં આવડતું નથી એવા વિધાને વિવાદ સર્જ્યો

-સોશ્યલ મિડિયા પર બધાં એના પર તૂટી પડયાં


મુંબઇ તા.૧૪

બોલિવૂડના ટોચના ફેશન ડિઝાઇનર સવ્યસાચી મુખરજીએ તાજેતરમાં એમ કહીને વિવાદ સર્જ્યો હતો કે આપણી (ભારતીય) મહિલાઓને સાડી પહેરતાં આવડતું નથી.

હાર્વર્ડ ઇન્ડિયા કોન્ફરન્સમાં એ બોલી રહ્યો હતો. આવું બોલ્યો ત્યારે એને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે આ વિધાન મધપૂડો છંછેડવા જેવું છે. થોડા કલાકોમાં તો સોશ્યલ મિડિયા પર સંખ્યાબંધ મહિલાઓ એના પર તૂટી પડી હતી કે તમે આ રીતે ભારતીય મહિલાઓનું અપમાન શી રીતે કરી શકો ?

એક સવાલના જવાબમાં એણે કહ્યું કે તમે મને એમ કહો કે મને સાડી પહેરતાં આવડતું નથી તો હું કહું કે એ શરમજનક વાત છે. સાડી પહેરવી એ ભારતીય સંસ્કૃતિ છે અને તમને એ સંસ્કૃતિનો સંપૂર્ણ પરિચય હોવો ઘટે છે. જો કે હું એવી ઘણી મહિલાઓને જાણું છું જેમને વ્યવસ્થિત સાડી પહેરતાં આવડતું નથી...

આ ઘટના બની ત્યારે તો હાજર રહેલાં બધાંએ એને તાળી પાડીને વધાવી લીધો હતો પરંતુ પછી સોશ્યલ મિડિયામાં એના પર તડી વરસી હતી. એવી એણે કલ્પના પણ નહીં કરી હોય.

More Stories:-


Post Your Comment