ઐશ્વર્યા ખાનનો ફર્સ્ટ લૂક રજૂ થયો


ઐશ્વર્યા ખાનનો ફર્સ્ટ લૂક રજૂ થયો

-ફન્ને ખાનમાં ટોચની ગાયિકાનો રોલ કરે છે

-અનિલ કપૂર અને રાજકુમાર રાવ પણ ચમકી રહ્યા છે


મુંબઇ તા.૧૪

 ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની આગામી ફિલ્મ ફન્ને ખાનનો ઐશ્વર્યાનો ફર્સ્ટ લૂક મંગળવારે સાંજે રિલિઝ કરાયો હતો જેમાં ઐશ્વર્યા આજની યુવાન અભિનેત્રીઓને ઝાંખી પાડી દે એવો એનો ગેટપ છે.

આ ફિલ્મમાં ઐશ્વર્યા ટોચની ગાયિકાનો રોલ કરી રહી છે અને એની સાથે સિનિયર અભિનેતા અનિલ કપૂર તથા રાજકુમાર રાવ ચમકી રહ્યા છે.

સોશ્યલ મિડિયા પર રજૂ કરાયેલા ફોટોગ્રાફમાં ઐશ્વર્યા મિલિટરી રંગના જેકેટ અને બ્લેક ટોપમાં દેખાય છે. એના હાવભાવ એેકસો ટકા પ્રોફેશનલ કલાકાર જેવા છે.

૨૦૦૦ની સાલમાં બનેલી અને ઓસ્કાર એવોર્ડનું નોમિનેશન મેળવનારી હિટ ફિલ્મ એવરીબડી ઇઝ ફેમસ પરથી બની રહેલી આ ફિલ્મના નિર્માતા ટોચના ફિલ્મ સર્જક રાકેશ ઓમપ્રકાશ મહેરા છે.  મૂળ ફિલ્મ ડચ ફિલ્મ હતી જેમાં એક પિતા પોતાની પુત્રીનું ગાયિકા બનવાનું સપનું પૂરું કરવા આકાશ પાતાળ એક કરે છે એેવી કથા હતી. પોતાની પુત્રી મોટી ગાયિકા બને એ માટે પિતા એક ટોચની ગાયિકાનું અપહરણ કરે છે એવી એ કથા હતી.

More Stories:-


Post Your Comment