મને ઑફ્ફબીટ ફિલ્મો કરવાનું વધુ ગમે છે


મને ઑફ્ફબીટ ફિલ્મો કરવાનું વધુ ગમે છે

-આયુષમાન ખુરાના કહે છે

-સ્પર્મ ડોનર અને બીજા વિચાર પ્રેરક રોલ કર્યા છે


મુંબઇ તા.૧૪

બી ગ્રેડના અભિનેતા ગણાતા આયુષમાન ખુરાનાએ કહ્યું હતું કે મને પરંપરાગત સ્ટોરી કરતાં ઑફ્ફબીટ હોય એવી ફિલ્મો કરવાનું વધુ ગમે છે.

એ લિસ્ટના કલાકારો પણ કરતાં ડરે એવા રોલ અત્યાર અગાઉ આયુષમાને કર્યા છે. વીકી ડોનરમાં એણે સ્પર્મ ડોનરનો રોલ કરેલો તો શુભ મંગલ સાવધાનમાં ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનેા ભોગ બનેલા યુવકનો રોલ કર્યો હતો.

'આપણા સમાજમાં જે વિષયને હાથ લગાડતાં બીજા ફિલ્મ સર્જકો ડરતાં હોય એવા પડકારજનક રોલ કરવામાં મને મજા આવે છે. મારે એવા વિષયો હાથમાં લેવા છે જેને લાંબા હાથાવાળા તવેથા વડે પણ અન્ય કલાકારો લેવા તૈયાર ન હોય. એવા વિષયોમાં મારા માટે પૂરતો અવકાશ હોય છે. બીજા ન કરતાં હોય એવા વિષયોમાં મને મારી પ્રતિભા દાખવવાનો પૂરતો સ્કોપ મળી રહે છેે.'

તેણે કહ્યું કે ફિલ્મ અભિનેતાની કારકિર્દી સતત અનિશ્ચિતતાથી ભરેલી હોય છે. સલામતી જેવું હોતું નથી. દર્શકોને સતત કંઇક નવું જોઇતું હોય છે એટલે હું એવી સ્ટોરી પસંદ કરું છું જે બીજા કરવા તૈયાર ન હોય. આ રીતે હું મારી કારકિર્દીને આગળ વધારવાની સાથોસાથ દર્શકોને કંઇક નવું આપી શકું છું.

More Stories:-


Post Your Comment