મેં કદી વેલેન્ટાઇન ડે ઊજવ્યો નથી


મેં કદી વેલેન્ટાઇન ડે ઊજવ્યો નથી

-હું માત્ર મારા કામને વરેલો છું

-હોનહાર અભિનેતા ટાઇગર શ્રોફ કહે છે


મુંબઇ તા.૧૪

 હોનહાર અભિનેતા ટાઇગર શ્રોફે કહ્યું હતું કે મેં અગાઉ કદી વેલેન્ટાઇન ડે ઊજવ્યો નથી અનેે હું વેલેન્ટાઇન ડેમાં માનતો નથી. હંુ તો મારા કામને વરેલો છું.

તમારો વેલેન્ટાઇન ડેનો શો કાર્યક્રમ છે એવા સવાલના જવાબમાં ટાઇગરે કહ્યું, 'હું આ દિવસની ઊજવણીમાં માનતો નથી અને અગાઉ કદી આ દિવસની ઊજવણી મેં કરી નથી. હું માત્ર મારા કામને વરેલો માણસ છું. વાસ્તવ જીવનમાં હું ખૂબ શરમાળ વ્યક્તિ છું અને બધાં આ હકીકતથી પરિચિત છે. એટલે હું આવી કોઇ ઊજવણી કરતો નથી.'

એણે એવી અફવાને પણ રદિયો આપ્યો હતો કે એ રિતિક રોશન સાથે પટણાના ગણિતજ્ઞા આનંદ કુમારની બાયો-ફિલ્મ સુપર થર્ટી કરી રહ્યો છે. એણે કહ્યું કે આ વાત નરી અફવા છે. મેં સુપર ૩૦ સાઇન કરી નથી કે મને એની ઑફર પણ આવી નથી. આ તો ગોસિપ કોલમની કમાલ છે. આ અફવા ક્યાંથી આવી અને કોણે વહેતી કરી એની મને ખબર નથી. અલબત્ત, રિતિક મારા આદર્શ છે અને હું એમની આ ફિલ્મને બેસ્ટ ઑફ લક આપું છું. પરંતુ હું આ ફિલ્મ કરતો નથી.

જો કે ટાઇગરને રિતિકની સાથે યશ રાજની એક ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો હોવાનું અમે આ સ્થળેથી તમને અગાઉ જણાવી ગયા હતા. ટાઇગરની હાલ બાગી ટુ ફિલ્મ તૈયાર થવા આવી છે અને એમાં એણે દિલધડક સ્ટંટ જાતે કર્યા હોવાનું કહેવાય છે.

More Stories:-


Post Your Comment