મહાભારત ફિલ્મમાં સલમાન ખાન કૃષ્ણનું પાત્ર ભજવે તેવી ચર્ચા


મહાભારત ફિલ્મમાં સલમાન ખાન કૃષ્ણનું પાત્ર ભજવે તેવી ચર્ચા

- આમિર ખાન આ રોલ ભજવીને કોઇ વિવાદમાં સપડાવા માંગતો નથી


મુંબઇ,તા. ૧૫ મે 2018, મંગળવાર

ફિલ્મ મહાભારતમાં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવવા માટે આમિર ખાન રાજી થયો હતો. પરંતુ આમિર કોઇ વિવાદમાં પડવા માંગતો ન હોવાથી તેણે આ રોલ કરવાનો વિચાર પડતો મુક્યો.હવે આમિર અર્જુન આૃથવા કર્ણની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે.  આમિરે જ સલમાન ખાનને આ પાત્ર ભજવવા માટે વાત કરી અને દબંગ ખાન રાજી થઇ ગયો હોવાની ચર્ચા છે. આમિરે અમિતાભ બ્ચચનને ધુતરાષ્ટ્રના પાત્ર માટે રાજી કર્યાની પણ વાત છે. કહેવાય છે કે દ્રોપદીના પાત્ર માટે દીપિકા પદુકોણના નામની ચર્ચા થઇ રહી છે.

'' સલમાન મહાભારતમાં કામ કરવા ઉત્સાહિત છે. આ ફિલ્મ આમિરની હોવાથી તેમ જ આમિર પણ આ ફિલ્મમાં કામ કરતો હોવાથી સલમાન પણતરત જ રાજી થઇ ગયો હતો. પછીથી આમિરે સલમાન સાથે વાત કરીને કૃષ્ણના પાત્ર માટે તેને સમજાવી લીધો, તેમ આ ફિલ્મ અને બન્ને ખાન સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું..

જો આ વાત સાચી હશે તો બન્ને ખાન રૃપેરી પડદે ૨૪ વરસ બાદ સાથે દેખાશે. આ જોડી છેલ્લે ૧૯૯૪ની અંદાજ અપના અપના ફિલ્મમાં સાથે દેખાણી હતી.

More Stories:-


Post Your Comment