કપિલ શર્મા રોજની ૨૩ 'ઍન્ટિ ડિપ્રેશન' ગોળીઓ લેતો હોવાની ચર્ચા


કપિલ શર્મા રોજની ૨૩ 'ઍન્ટિ ડિપ્રેશન' ગોળીઓ લેતો હોવાની ચર્ચા

- કોમેડિયનની ઇમેજ ખરડાતી હોવાથી તે વધુ તાણમાં આવી ગયો છેે


મુંબઇ, તા.14 એપ્રિલ 2018, શનિવાર

કપિલ શર્મા પોતાના શો કરતા હવે વિવાદને કારણે ચર્ચામાં વધુ રહેવા લાગ્યો છે. કપિલ હાલ સખત માનસિક તાણ હેઠળ છે અને તે રોજની ૨૩ ગોળીઓ ગળી રહ્યો છે. તે પોતાના શો અને તેની આસપાસના લોકોથી નર્વસ થઇ ગયો છે. પોતાની ખરડાતી ઇમેજને કારણે પણ તે વધુ ટેન્શનમાં આવી ગયો છે. તેની સઘળી મહેનત પર પાણી ફરી રહ્યું હોવાનું તે સમજી રહ્યો છે, પરંતુ તેની માનસિક સ્થિતિને કારણે તે સર્જનાત્મક કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી.

કહેવાય છે કે કપિલને આ વખતના પોતાના નવા શોનો ફોર્મેટ પસંદ નથી પડી રહ્યો. તે આ શોનો નિર્માતા પણ છે અને તે જ શૂટિંગનો સમય અને શૂટિંગમાં ભાગ લેનાર વ્યક્તિઓ અંગે નિર્ણય લેતો હોય છે. પરંતુ આ વખતે પણ તે શિસ્તતાનું પાલન કરી શકતો નથી. તે શૂટિંગ કરતો ન હોવાથી ચેનલને જુના એપિસોડ પ્રસારિત કરવા પડે છે. તેથી એક મહિના માટે કપિલના શો પ્રસારિત કરવામાં આવશે નહીં.

ચેનલના માંાતાઓએ તેની તકલીફોને સમજીને  ફરી એક તક આપી છે. પરંતુ કપિલ સખત માનસિક તાણ હેઠળ હોવાથી તે કોઇ નિર્ણય લઇ શકતો નથી. કપિલના કથળતા સ્વાસ્થયને કારણે તેની માતા પણ ચિંતિત છે. કપિલના નજીકના લોકોને મનમાં ભય છે કે તે પોતાને હાનિ પહોંચાડી ન દે.

More Stories:-


Post Your Comment